જેનેલિયા દેશમુખ તેના બંને બાળકો સાથે રેસ્ટોરન્ટ બહાર થઇ સ્પોટ, દીકરાએ કર્યુ એવું કે જેનેલિયાએ શીખવાડ્યો સબક

જબરદસ્તી માતાનો હાથ છોડાવી ભાગી રહ્યો હતો જેનેલિયાનો દીકરો, અભિનેત્રીએ સબક શિખવાડવા માટે કર્યુ આ કામ

બોલિવુડ અભિનેતા રિતેશ દેશમુખની પત્ની અને અભિનેત્રી જેનેલિયા દેશમુખને ગત શુક્રવારના રોજ મુંબઇના હક્કાસન રેસ્ટોરન્ટ બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેની સાથે તેના બંને બાળકો રેયાન અને રાહિલ પણ હતા. બહાર નીકળતા સમયે જેનેલિયાનો નાનો દીકરો રાહિલ માતા જેનેલિયાનો હાથ છોડી આમ-તેમ ભાગવાની કોશિશ કરી રહ્યો હતો.

આ પર જેનેલિયાએ તેને પહેલા તો પ્રેમથી સમજાવ્યો પરંતુ તે ના માન્યો તો જેનેલિયાએ તેને સબક શીખવાડવા માટે બીજો રસ્તો અપનાવ્યો. રાહિલ જેનેલિયાનો હાથ છોડી ખૂબ ધમાચકડી મચાવી રહ્યો હતો. માતાના ઘણીવાર ના કહેવા પર પણ તે માન્યો તો જેનેલિયાએ તેના ખોળામાં ઉઠાવી લીધો. જેનેલિયાએ જયારે દીકરાને ખોળામાં લીધો તો તે ચૂપચાપ કેમેરા સામે દેખતો રહ્યો. જો કે, રાહિલે જેનેલિયાના ખોળામાંથી ઉતરવાની ઘણી કોશિશ કરી પરંતુ જેનેલિયાએ તેની ના સાંભળી.

જેનેલિયા સાથે તેનો મોટો દીકરો રેયાન પણ હતો. બંને બાળકોએ માતા સાથે ઊભા રહી પોઝ પણ આપ્યા હતા. આ દરમિયાન રિતેશ દેશમુખ જોવા મળ્યા ન હતા. બોલીવુડના સૌથી ખ્યાતનામ કપલમાંના એક રિતેશ દેશમુખ અને જેનેલિયા હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. સોશિયલ મીડિયા ઉપર પણ તે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે જે ચાહકોને ખુબ જ પસંદ આવે છે.

જેનેલિયા અને રિતેશે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. બે વર્ષ બાદ તેમને એક દીકરો પણ જન્મ્યો હતો જેનું નામ રિયાન છે. તેમના બીજા દીકરાનો જન્મ 2016માં થયો હતો જેનું નામ રાહીલ છે. જેનેલિયા પણ બોલીવુડની એક ખ્યાતનામ અભિનેત્રી છે. રિતેશના અભિનયને પણ ચાહકો ખુબ જ પસંદ કરે છે.

Shah Jina