કંઇક આવી રીતે રિતેશ દેશમુખે પ્રીતિ ઝિંટાને લીધી બાહોમાં, ગુસ્સામાં લાલ-પીળી થઇ પત્ની જેનેલિયા

જેનેલિયાના પતિએ પ્રીતિને લીધી બાહોમાં, જુઓ વિડીયો

બોલિવુડ અભિનેત્રી જેનેલિયા ડિસૂજાએ સોશિયલ મીડિયા પર એક જૂના વીડિયો સાથે પતિ રિતેશ દેશમુખને માર મારતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રિતેશ અભિનેત્રી પ્રીતિ ઝિંટાને કિસ કરતા જોવા મળી રહ્યા છે. તેમજ પ્રીતિ સાથે હસી હસીને વાતો કરતા પણ જોવા મળી રહ્યા છે. તે બાદ રિતેશની પત્ની આ વાતને લઇને તેમની માર મારતી જોવા મળી રહી છે.

Image source

આ વીડિયો ઘણા સમય પહેલા ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો. જેમાં પ્રીતિ ઝિંટા સાથે રિતેશ ખૂબ જ પ્રેમથી વાત કરતા જોવા મળી રહ્યા છે. રિતેશની આ હરકત બાદ જેનેલિયાના એક્સપ્રેશનને ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા. હવે ઘણા દિવસો બાદ જેનેલિયાએ આ વીડિયોને ફરી વાયરલ કર્યો છે. પરંતુ તેમાં એક નવું ટ્વિસ્ટ આવ્યુ છે. જેનેલિયાએ જણાવ્યુ છે કે, આ ઘટના બાદ રિતેશનું શુ થયું…

Image source

તમને જણાવી દઇએ કે, આ વીડિયો વર્ષ 2019નો એક એવોર્ડ શોનો છે. જેમાં રિતેશ પ્રીતિ ઝિંટાને ગ્રીટ કરતા જોવા મળી રહ્યા છે. તેમજ તેમના હાથો પર કિસ કરતા પણ જોવા મળે છે. આ વીડિયોમાં છેલ્લે એક નવો ટ્વિસ્ટ એડ કરવામાં આવ્યો છે. તેમજ ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર આ વીડિયોને જેનેલિયા દ્વારા શેર કરવામાં આવ્યો છે.

Image source

આ વીડિયોમાં છેલ્લે મસ્તીમાં પોર્શન એડ કરવામાં આવ્યો છે, જેમાં જેનેલિયા રિતેશને માર મારતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં ગીત પણ વાગી રહ્યુ છે કે, “કયા કિયા કયા કિયા ?” અને તે બાદ રિતેશ હાથ જોડીને બોલી રહ્યા છે કે, તારુ નામ લીધુ અને તને યાદ કરી.

આ વીડિયોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટોનો વરસાદ વરસાવી રહ્યા છે. જેનેલિયાની આ પોસ્ટ પર સેલેબ્સ પણ રિએકટ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, રિતેશ અને જેનેલિયા બંને સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. જેનેલિયાને હાલ હાથમાં વાગ્યુ છે અને રિતેશ તેમની પત્નીનું ઘણુ જ ધ્યાન રાખી રહ્યા છે. જેનેલિયાના હાથમાં પ્લાસ્ટર છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!
Exit mobile version