મનોરંજન

ખુબસુરત આઉટફિટમાં રાજકુમારી બનેલી નજરે આવી જેનેલિયા ડિસોઝા, પતિ રિતેશ દેશમુખ પણ નથી હટાવી રહ્યો નજર

‘રાજકુમારી’ જેવી લાગે છે જેનેલિયા, જુઓ દિલચસ્પ તસવીરો

બૉલીવુડ એકટર રિતેશ દેશમુખની પત્ની જેનેલિયા ડિસોઝા તેની સ્ટાઇલથી હંમેશા લોકોનું દિલ જીતી લે છે. આ એક્ટ્રેસ કોઈ પણ આઉટફિટ પહેરે તેની નેચરલ બ્યુટી વધુ ખીલીને સામે આવે છે. દેશમાં આજકાલ ક્રિસમસના તહેવારની ધૂમ મચી રહી છે. સામાન્ય નાગરિકથી લઈને સેલિબ્રિટીને પણ આ તહેવારનો ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ઘણા લોકો પહેલાંથી જ આ તૈયારીમાં જોડાઈ ગયા છે. થોડા દિવસ પહેલા બૉલીવુડની ખુબસુરત એક્ટ્રેસ જેનેલિયા ડિસુઝાને ક્રિસમસ સેલિબ્રેશન અને શૂટિંગ માટે સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન એક્ટ્રેસ તેના લુકથી ફેન્સનું ઘણું ધ્યાન ખેંચ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Genelia Deshmukh (@geneliad)

જેનેલિયાની લેટેસ્ટ તસ્વીરમાં તેનો સ્ટનિંગ લુક જોવા મળ્યો હતો. બોલ ગાઉન પહેરેલી એક્ટ્રેસ એટલી સુંદર લાગી રહી હતી કે પતિ રિતેશ દેશમુખ પણ તેના પરથી નજર હટાવી રહ્યો ના હતો. હાલમાં જ આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Genelia Deshmukh (@geneliad)

જેનેલિયાને એક શૂટ માટે પેલ પર્પલ કલરના ગાઉનમાં જોવા મળી હતી. આ આઉટફિટને dollyjstudioમાંથી ખરીદ્યો હતો. ઓર્ગેજા સિલ્ક મેડ બોલ ગાઉનમાં ડબલ ફ્લેયર અને પ્લીટ્સ એડ કરવામાં આવી હતી. તો નેકલાઇનને સ્ટ્રેટકટ રાખવામાં આવી હતી.આ પર આઈવરી કલરના રોઝ કટ ફેબ્રિક સ્ટીચ કરવામાં આવ્યો હતો. આ આઉટફિટને વધુ સ્ટનિંગ બનાવવા માટે 3ડી સિક્વન્સ અને ગોલ્ડ થ્રેડ એમ્બ્રોડરીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેનેલિયાના ગાઉનને ટિમએ સંભાળીને તેને ચાલવામાં મદદ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Genelia Deshmukh (@igenelia)

જેનીલિયા રાજકુમારી જેવી દેખાતી હતી, ત્યારે રિતેશ દેશમુખ સૂટ-પેન્ટના લુકમાં હેન્ડસમ લાગ્યો હતો. તે બંને એક ફ્રેમમાં સુપર સ્ટાઇલિશ કપલ લાગ્યાં હતાં. જેનીલિયા ગાઉન પહેરીને ખૂબ સુંદર લાગી હતી કે આજુબાજુના લોકો જ નહીં, પણ રિતેશ તેમની નજર હટાવી શકયો ના હતો. આ બંનેની સ્માઈલ વધુ સ્પેશિયલ બનાવી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Report (@bollywoodreport)

આ પહેલીવાર નથી કે જેનેલિયા અને રિતેશનો સ્ટાઈલિશ લુક ઈમ્પ્રેસ કર્યો હોય. આ કપલ તો આ અંદાજમાં નજરે આવે છે કે જોનારા લોકો જોતા જ રહી જાય છે. આ તસ્વીરમાં તમે આ કપલનો આ લુક જોઈ શકો છો. રિતેશ શૂટ-પેન્ટ અને ટાઇ લૂકમાં ડેશિંગ નજર આવી રહ્યો હતો, જ્યારે જેનીલિયા પણ ડિવા લાગી રહી હતી. બંનેના દીકરા પણ સ્માર્ટ લાગી રહ્યા હતા.

જેનીલિયા ઘણી વાર ચાહકોને તેના લુકથી ક્લીન બોલ્ડ કરી દે છે. બે બાળકોની માતા અને સિલ્વર સ્ક્રીનને બાય બાય થઈ ચૂકેલી આ અભિનેત્રી એક એવોર્ડ શોમાં સુપર ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી. તેણે લીલા રંગમાં પ્લંગિંગ નેકલાઈન ગાઉન પહેર્યું હતું. જેમાં ટેલ ડિઝાઇન તેમજ થાઇહાઈ સ્લીટ હતી. ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી એક્ટ્રેસને આ લુકમાં ઘણી તારીફ મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Genelia Deshmukh (@igeneliad_)

જેનેલિયાના કામની વાત કરવામાં આવે તો ફિલ્મ ‘તુઝે મેરી કસમ’થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. જેનેલિયાએ બૉલીવુડ બાદ તેલુગુ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. આજકાલ જેનેલિયા ફિલ્મથી દૂર રહે છે. પરિવાર સાથે ક્વોલિટી સમય પસાર કરતી નજરે આવી રહી છે.