ગંદી બાત ફેમ ગહેના વશિષ્ઠે ગુપચુપ કરી લીધા લગ્ન, જાણો કોણ છે એક્ટ્રેસના દુલ્હે મિયાં
Gehana Vasisth marries Faizan Ansari : ‘ગંદી બાત’ ફેમ ગહેના વશિષ્ઠ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તે પોતાની પ્રોફેશનલ લાઈફને કારણે નહીં પરંતુ તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવી છે. ગહેના વશિષ્ઠને પોતાના માટે સાચો પ્રેમ અને વર બંને મળી ગયા છે. ફૈઝાન અંસારીના રૂપમાં આખરે તેણે પોતાનો જીવનસાથી પસંદ કર્યો છે. બંનેના લગ્નને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ગહેના વશિષ્ઠ ફૈઝાન અંસારી સાથે રિલેશન હતી જેની સાથે તેણે નિકાહ કર્યા હતા. જો કે, કપલે હજી સુધી તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી, પણ તેમના ફોટા ચોક્કસથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દરેક લોકો તેમને નિકાહ માટે અભિનંદન આપી રહ્યા છે. એવું કહેવાઇ રહ્યું છે કે ગહેનાએ ઈસ્લામિક રીતિ-રિવાજો સાથે ફૈઝાન સાથે નિકાહ કર્યા હતા.
ફૈઝાન સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને અભિનેતા પણ છે જે તાજેતરમાં એમેઝોન મિની ટીવીના રિયાલિટી શો ‘ડેટબાઝી’માં જોવા મળ્યો હતો. બીજી તરફ, ગહેના વશિષ્ઠની મુંબઈ પોલીસે થોડા સમય પહેલા એડલ્ટ કન્ટેન્ટના શૂટિંગ અને ટેલિકાસ્ટિંગમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરી હતી.
શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની અશ્લીલ સામગ્રીવાળી ફિલ્મોનું શૂટિંગ અને પ્રસારણ કરવાના કેસમાં મુંબઈ પોલીસે ગહેનાની ધરપકડ કરી હતી. જણાવી દઇએ કે, ગહેનાનું સાચું નામ વંદના તિવારી છે.ગહેનાએ એક્ટર-બોયફ્રેન્ડ ફૈઝાન સાથે નિકાહ કર્યા અને ઈસ્લામ પણ સ્વીકારી લીધો.
ગહેના વર્ષ 2021માં રાજ કુંદ્રાને સંડોવતા અશ્લીલ કેસમાં ધરપકડ બાદ ચર્ચામાં આવી હતી. જો કે બાદમાં તેને આ કેસમાં જામીન મળી ગયા હતા. ગહેનાના નિકાહની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ગહેનાએ તેના લગ્નમાં લાલ રંગનો લહેંગો પહેર્યો હતો જ્યારે તેના પતિ ફૈઝાને બ્લેક શેરવાની પહેરી હતી.
ગહેના લાંબા સમયથી ફૈઝાન સાથે રિલેશનશિપમાં હતી અને હવે તેઓએ લગ્ન કરી તેમના સંબંધોને એક પગલું આગળ વધાર્યો છે. જો કે, બંનેએ હજુ સુધી તેમના લગ્નની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર આવવા લાગી છે. રિપોર્ટ્સનું માનીએ તો ગેહનાએ ફૈઝાન સાથે ઇસ્લામિક રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા છે. તમને
View this post on Instagram