મનોરંજન

સેટ પર બેહોશ થઇ ટીવીની આ એક્ટ્રેસને ખસેડવામાં આવી હોસ્પિટલ, જીવન-મરણ વચ્ચે લડી રહી છે જંગ

ઘણી ટીવી સીરિયલમાં કામ કરી ચુકેલી ગહના વસિષ્ઠના ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે. ગહના ગુરુવારે શૂટિંગ કરી રહી હતી ત્યારે અચાનક જ સેટ પર બેહોશ થઇ ગઈ હતી. ગહના તેની આગામી વેબ સિરીઝનું શૂટિંગ મડ આઇલેન્ડમાં કરી રહી હતી ત્યારે સાંજે 4:30 વાગ્યે બેહોશ થઇ જતા મલાડની રક્ષા હોસ્પિટલમાં ગંભીર હાલતમાં ખસેડવામાં આવી હતી.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, ગહનાની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે, તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. ડોક્ટરનું માનીએ તો હાલ તો તેની તબિયતને લઈને કંઈ કહી શકાય એમ નથી. તેને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને વેન્ટીલેટર લગાવ્યું હતું જેથી તેના મગજ સુધી ઓક્સિજન પહોંચી શકે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, ગહનાએ કોઈ પ્રોપર ન્યુટ્રીશન વગર લગાતાર 48 કલાક સુધી શૂટિંગ કર્યું હતું. ગહનાને ડાયાબિટીસ હોય તેનું શુગર લેવલ ઘણું વધી ગયું હતું, સાથે જ બીપી ઓછું થઇ ગયું હતું. હાલ તો ગહના વિષે કંઈ જ કહી શકાય એમ નથી.હાલ તો તેના બધા જ રિપોર્ટ થઇ રહ્યા છે. રિપોર્ટ આવી ગયા બાદ જ ડોક્ટર કંઈ કહી શકશે.ગહના ડાયાબિટીસની દવાઓની સાથે-સાથે કોઈ બીજી બીમારીની પણ દવા લઇ રહી હતી.

ગહનાના એક મિત્રએ જણાવ્યું હતું કે, ગહનાએ 36 કલાકથી એનર્જી ડ્રિન્ક જ લઇ રહી હતી. આ સિવાય તેને કંઈ પણ ખાધું ના હતું.

ગહનાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે ઓલ્ટ બાલાજીની વેબ સિરીઝ ‘ગંદી બાત’માં નજરે આવી હતી. ગહના સ્ટાર પ્લસનો શો ‘બહને’ માં લીડ રોલમાં જોવા મળી હતી. ગહનાએ મિસ એશિયા Bik કોન્ટેસ્ટ પણ જીત્યો હતો. આ સિવાય તે છેલ્લા 5 વર્ષમાં સાઉથની 30થી વધુ ફિલ્મમાં નજરે આવી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.