અશ્લીલ વીડિયોના આરોપમાં “ગંદી બાત”ની આ અભિનેત્રીની જેલમાંથી આવ્યા ખરાબ સમાચાર

એડલ્ટ વીડિયો મામલામાં ધરપકડ થયેલી ગહેના વશિષ્ઠને લઈને જેલમાંથી આવ્યા ખરાબ સમાચાર

વેબ સિરીઝ “ગંદી બાત”માં અભિનય કરી ચુકેલી ખ્યાતનામ અભિનેત્રી ગહના વશિષ્ઠને અશ્લીલ વીડિયો ઉતારવાના આરોપસર ભાયખલા જેલમાં બંધ કરવામાં આવી હતી. ત્યારે હાલ ખબર આવી રહી છે કે તેની તબિયત જેલમાં જ અચાનક ખરાબ થઇ ગઈ છે. મીડિયાના જણાવ્યા અનુસાર તેની તબિયત ખુબ જ વધારે ખરાબ છે અને તેની સારવાર ઇનહાઉસ હોસ્પિટલમાં જ ચાલી રહી છે.

આ મામલામાં જયારે ગહના વશિષ્ઠના પબ્લિસિટી અને લીગલ અફેયર્સના હેડ ફ્લાઈન રેમેડિયોઝ સાથે આ વિશે પુછપરછ કરવામાં આવી ત્યારે તેમને જણાવ્યું કે 2-3 મહિલા કેદીઓ પાસેથી સંદેશ મળ્યા છે જે શુક્રવાર અને શનિવારના રોજ જેલમાંથી છૂટીને ભાર આવી છે.

તેમને જણાવ્યું કે જ્યુડિશિયલ કસ્ટડીમાં ગહનાનું શુગર લેવલ ખુબ જ વધારે છે અને તેની મેડિકલ કંડિશનના કારણે તેને દોરો પણ પડી શકે છે કે પછી તે કોમામાં પણ જઈ શકે છે.

મુંબઈ ક્રાઇમબ્રાન્ચ અને માલવાણી પોલીસ સ્ટેશનની કસ્ટડી દરમિયાન પણ ગહેનાને દરરોજ ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન આપવામાં આવતું હતું. કારણ કે તેનું શુગર લેવલ મોટાભાગે 460-500 ઉપર રહેતું હતું. અભિનેત્રીના પર્સનલ ફીડીશિયન અને ડાયબેટોલજિસ્ટ ડોક્ટર પ્રણવ કાબરા (એમડી)એ ખાતરી કરી કે તેને દરરોજ એક્સ્ટર્નલ ઈન્સુલિનની જરૂર પડે છે.

તેમને જણાવ્યું કે બેરેકમાં તેની પરિસ્થિતિ સતત બગડી રહી છે અને જણાવવામાં આવ્યું છે કે ત્યારબાદ જ તેને જેલની અંદર હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી. ફ્લિન દ્વારા જણાવવામાં આવ્યું કે ગહના છેલ્લા 18-24 મહિનાની અંદર ડાયાબિટીઝના કારણે 4 માઈનર કાર્ડિએક એરેસ્ટ સહન કરી ચુકી છે. તેમને જણાવ્યું કે ગહના અસ્થમાની શિકાર છે અને તેનું સ્વાસ્થ્ય ખુબ જ ખરાબ છે.

તમને જણાવી દઈએ કે ગહના ત્યારે ચર્ચામાં આવી હતી જયારે તેના ઉપર એક વેબસાઈટ ઉપર અશ્લીલ વીડિયો અપલોડ કરવાનો ગંભીર આરોપ લાગ્યો હતો. ત્યારબાદથી જ તે ભાયખલા જેલમાં સજા કાપી રહી છે.

ગહનાના કામની વાત કરીએ તો તે ઓલ્ટ બાલાજીની વેબ સિરીઝ “ગંદી બાત”માંનજર આવીહતી. આઉરપટ ટીવીશો “બહને”માં પણ નજર આવી ચુકી છે. આ ઉપરાંત તે સાઉથ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.

Niraj Patel