ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારીનો એક મોટો ચાહકવર્ગ છે, તેમના ગીતોને ચાહકો ભરપૂર પ્રેમ પણ આપતા હોય છે. આ ઉપરાંત ગીતાબેનની પર્સનલ લાઈફ વિશે પણ ચાહકો જાણવા માંગતા હોય છે. આપણે બધા જ જાણીએ છીએ કે ગીતાબેન લગ્ન પૃથ્વી રબારી સાથે થયા છે. પૃથ્વી રબારી ગીતાબેન માટે ખુબ જ સપોર્ટિવ છે.
ત્યારે હાલમાં જ ગીતાબેન રબારી તેમના પતિ પૃથ્વી રબારી સાથે અમેરિકા જવા માટે નીકળ્યા છે, જેની ઘણી બધી તસવીરો પણ સામે આવી છે. જેને ગીતાબેન રબારી અને તેમના પતિ પૃથ્વી રબારીએ તેમના સોશિયલ મીડિયા ઉપર શેર કરી છે, અને આ તસવીરોને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં સામે આવેલી તસ્વીરોમાં ગીતાબેન રબારીનો એક અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ચાહકો ગીતાબેનને પારંપરિક પરિવેશમાં જોતા હોય છે, પરંતુ હાલમાં જે તસવીરો અમેરિકા જતા સમયની ગીતાબેને શેર કરી છે, તેમાં ગીતાબેનનો એક ડિફરન્ટ લુક જોવા મળી રહ્યો છે.
ગીતાબેનને એરપોર્ટ લુકની અંદર તેમને ટી-શર્ટ અને જીન્સ કેરી કર્યા છે. આ ઉપરાંત તેમને પોતાના એક હાથમાં ટ્રાવેલ બેગ અને બીજા હાથમાં કેરી બેગ જોવા મળી રહી છે. અને આંખો ઉપર ટ્રાન્સપરન્ટ લેન્સ પહેર્યા છે. આ સાથે જ તેમને “Usa 🇺🇸 tour begins” સ્ટેટ્સ પણ રાખ્યું છે.
આ ઉપરાંત ગીતાબેનના પતિ પૃથ્વી રબારીએ પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેમનો પણ એક અલગ જ સ્વેગ જોવા મળી રહ્યો છે. પૃથ્વી રબારી પણ હાથમાં ટ્રાવેલ બેગ સાથે જીન્સ અને ટી શર્ટમાં જોવા મળી રહ્યા છે, આ ઉપરાંત તેમને ગોગલ્સ પણ પહેર્યા છે.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જ ગીતાબેન અમેરિકાના પ્રવાસે ગયા હતા, ત્યારે પણ તેમની સાથે તેમના ભરથાર પૃથ્વી રબારી સાથે હતા. ગીતાબેન રબારીએ તેમના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા હતા જેમાં તેમને પોતાના અમેરિકાના પ્રવાસની શરૂઆતથી લઈને ત્યાં કરેલા કર્યક્રમોની ઝાંખી પણ શેર કરી છે.
ગીતાબેન દેશમાં હોય કે વિદેશમાં તે પોતાના ચાહકો સાથે હંમેશા જોડાયેલા રહે છે, અને તેમના વીડિયો અને તસ્વીરોમાં તેમના કાર્યક્રમોની ઝાંખી પણ ઘરે બેઠા નિહાળી શકાય છે, ત્યારે તેઓ જયારે તેઓ ગુજરાતની બહાર પણ કાર્યક્રમો કરતા હોય છે ત્યારે પણ તેઓ ગુજરાતીઓને સોશિયલ મીડિયા દ્વારા પોતાના કાર્યક્રમોની ઝાંખી બતાવતા રહે છે.
વર્ષ 2019માં ગુજરાતની પ્રસિદ્ધ લોકગાયિકા રોણા શેરમા ફેમ ગીતાબેન રબારીએ સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ એક ગીત તેમને સમર્પિત કર્યું હતું. મુલાકાત બાદ તેમને મીડિયા સાથે વાતચીત કરી હતી. મીડિયા સાથે વાતચીત દરમ્યાન ગીતાબેન રબારીએ જણાવ્યું કે તેઓ પહેલીવાર નરેન્દ્ર મોદીને નથી મળી રહયા, આ પહેલા પણ મળ્યા છે.
તેમને કહ્યું, ‘હું જયારે નાની હતી ત્યારે હું તેમણે (નરેન્દ્ર મોદીને) પહેલીવાર મળી હતી. મેં શાળામાં ગીત ગાયું હતું, ત્યારે તેમણે મને 250 રૂપિયા આપ્યા હતા અને અભ્યાસ કરતા રહેવાનું કહ્યું હતું.” વધુમાં તેમને જણાવ્યું હતું કે, ‘અમે જંગલમાં રહેવાવાળા માલધારી લોકો છીએ. મારા પિતાને ‘બેટી બચાવો, બેટી પઢાઓ’નું પોસ્ટ કાર્ડ મળ્યું એ પછી તેમણે મને શાળામાં મૂકી હતી.’
જાણકારી અનુસાર, ગીતાબેન રબારીએ ત્યારથી ગાવાનું શરુ કર્યું હતું, જયારે તેઓ પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા હતા. તેમને પોતાનું ડેબ્યુ ગીત રોણા શેરમાથી પ્રસિદ્ધિ મેળવી હતી. જણાવી દઈએ કે ગીતાબેન રબારી ગુજરાતમાં ‘કચ્છી કોયલ’ના નામથી ઓળખાય છે. તેમને પોતાના ગીતોથી યુટ્યુબ પર ધૂમ મચાવી દીધી છે.