કચ્છી કોયલ ગીતા બેન રબારીએ લીધી ચમચમાતી લાખો રૂપિયાની લક્ઝુરિયસ કાર, જુઓ વીડિયોમાં કારની એક ઝલક

ગીતાબેન રબારીનો હવે પડશે વટ્ટ, તેમના કાર કલેક્શનમાં ઉમેરાઈ ગઈ હવે વધુ એક લક્ઝુરિયસ કાર, જુઓ તસવીરો અને વીડિયો

ગુજરાતી ગાયકો તેમના સુમધુર અવાજના કારણે દુનિયાભરમાં જાણીતા બની ગયા છે, ઘણા એવા મોટા ગુજરાતી ગાયકો છે જે આજે દેશમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ પોતાનો જલવો બતાવતા હોય છે અને દર્શકોને મન મૂકીને ઝુમાવતા હોય છે. છેલ્લા થોડા મહિનામાં ગુજરાતના ઘણા સુપ્રસિદ્ધ ગાયકો અને ગાયિકાઓએ પોતાના માટે આલીશાન કાર પણ ખરીદી છે.

ગત મહિનાઓમાં જીગ્નેશ કવિરાજ, કિંજલ દવે, કિર્તીદાન ગઢવી જેવા ગાયક કલાકારો પોતાના માટે લાખો રૂપિયાની લક્ઝુરિયસ કાર ખરીદી ચર્ચામાં આવ્યા હતા ત્યારે હવે વધુ એક ગુજરાતી ગાયિકાએ પણ કાર ખરીદી છે, જેનો વીડિયો તેણે પોતે જ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

ગુજરાતમાં કચ્છી કોયલ તરીકે જાણીતા બની ગયેલા ગીતાબેન રબારીએ હાલમાં જ એક આલીશાન અને શાનદાર કાર ખરીદી છે. ગીતાબેન રબારીએ ઇન્સ્ટગ્રામમાં એક વીડિયો પોસ્ટ કરીને આ કાર ખરીદવા અંગેની માહિતી આપી છે, સાથે જ તેમને કેપશનમાં જણાવ્યું છે કે “એક નવું મેમ્બર અમારા પરિવારમાં”

ગીતાબેન રબારીએ શેર કરેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે તે નવી નક્કોર કારનું કવર હટાવી રહ્યા છે.અને તેના બાદ તે તેમની કારમાં બેસે છે, આ દરમિયાન ગીતાબેનના ચહેરા ઉપર ખુશી પણ જોવા મળી રહી છે. કારમાં ડ્રાઈવિંગ સીટ ઉપર બેસીને તે કારના બંને તરફના ગ્લાસ ખોલે છે.

તો ગીતાબેનનો એક અન્ય વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે પોતાના ભરથાર પૃથ્વી રબારી સાથે તેમની લક્ઝુરિયસ કાર તરફ ચાલીને આવતા જોવા મળી રહ્યા છે. જેના બાદ પૂજાની થાળી દેખાય છે અને ગીતાબેન પોતાની નવી કાર ઉપર કંકુ ચાંદલા કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં છેલ્લે શો રૂમ દ્વારા ચાવી આપતા પણ જોવા મળી રહ્યું છે.

સોશિયલ મીડિયામાં આ બંને વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. વીડિયોમાં દેખાતા પ્રમાણે ગીતાબેન રબારીએ ટોયટા ઇનોવા ક્રિસ્ટા કાર ખરીદી છે, જે દેખાવમાં ખુબ જ શાનદાર છે. આ કારની કિંમત વિશે જો વાત કરવામાં આવે તો તેની એક્સ શો રૂમ કિંમત કિંમત 17.86 લાખથી શરૂ થઈને 25.68 લાખ સુધી છે. જો કે ગીતાબેને કયું મોડલ ખરીદ્યુ છે તેના વિશેની કોઈ જાણકારી મળી નથી.

ગીતાબેન દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોની અંદર તેમને તેમની નવી કાર માટે તેમના ચાહકો ઉપરાંત ઘણા બધા સેલેબ્સ પણ શુભકામનાઓ પાઠવી રહ્યા છે. તેમની પોસ્ટમાં ગીતાબેન રબારી, ઉર્વશી રાદડિયા, કાજલ મહેરિયા જેવા ઘણા સેલેબ્સ દ્વારા કોમેન્ટ કરીને શુભકામના આપવામાં આવી છે.

Niraj Patel