ખબર મનોરંજન

લંડનમાં રહેતા ગુજરાતીઓને પોતાના તાલ ઉપર ઝુમાવવા પહોંચ્યા ગીતાબેન રબારી, ડાયરા ઉપરાંત સામે આવી સ્ટાઈલિશ તસવીરો, જુઓ

ગીતાબેન રબારી આજે દરેક ગુજરાતીના મોઢા ઉપર રમતું એક મોટું નામ છે. ગીતાબેન રબારીના અવાજના લાખો કરોડો ગુજરાતીઓ દીવાના છે, અને તેમના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રોતાગણો ઉપસ્થિત રહેતા હોય છે. ગીતાબેન ના માત્ર ગુજરાતમાં પરંતુ ગુજરાતની બહાર અને દેશ વિદેશમાં પણ કાર્યક્રમો કરે છે.

સોશિયલ મીડિયામાં પણ ગીતાબેન રબારી ખુબ જ સક્રિય રહે છે અને તેમની અવનવી તસવીરો પણ શેર કરતા રહે છે. આ ઉપરાંત તેમના કાર્યક્રમોની પણ ઝલક તે હંમેશા બતાવતા રહેતા હોય છે. જેને તેમના ચાહકો પણ ખુબ જ પસંદ કરતા હોય છે અને તેમની તસવીરો અને વીડિયો ઉપર પણ અઢળક પ્રેમ વરસાવતા હોય છે.

ગીતાબેન રબારી હાલ લંડનની અંદર ડાયરા કર્યક્રમો કરી રહ્યા છે અને ત્યાંથી તેમને પોતાના સોશિયલ મીડિયા ઉપર તેમની અવનવી તસવીરો શેર કરી છે. યુકેમાં રહેતા ગુજરાતીઓને પોતાના તાલના સથવારે ઝુમવવા માટે ગીતાબેન રબારી ત્યાં પહોંચ્યા છે અને તેની ઝાંખી પણ તેઓ સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે.

લડંનમાં ગીતાબેન રબારીનો એક અનોખો અંદાજ પણ જોવા મળી રહ્યો છે. એક તરફ જ્યાં તેમના કાર્યક્રમોમાં ગીતાબેન રબારી પારંપારિક પરિધાનમાં જોવા મળે છે, ત્યાં બીજી તરફ લંડનમાં ફરતા સમયે તે વેસ્ટર્ન લુક કેરી કરતા જોવા મળી રહ્યા છે.

સામે આવેલી તસ્વીરોમાં ગીતાબેન રબારી એક નવા લુકમાં જોવા મળી રહ્યા છે. તેમને તેમની ઢગલાબંધ તસવીરો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી છે. જેને ચાહકો ઉપરાંત સેલેબ્સ પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. કિંજલ દવે, ઉર્વશી રાદડિયાએ પણ તેમની આ તસવીરો ઉપર  કોમેન્ટ કરીને તેમના વખાણ કર્યા છે.

તો ચાહકો પણ તેમની આ તસવીરો ઉપર ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે. ચાહકો કોમેન્ટ કરીને તેમના આ અનોખા લુકના વખાણ પણ કરી રહ્યા છે. આ ઉપરાંત પણ ગીતાબેને ઘણી બધી તસવીરો શેર કરી છે. જેમાં તેમનો વેસ્ટર્ન લુક ચાહકોના દિલ જીતી રહ્યો છે.

ગીતાબેન દ્વારા શેર કરવામાં આવેલી એક તસવીરમાં તે ઇન્ટરનેશનલ ફેમસ બ્રાન્ડ ગુચીના સ્ટોરની બહાર ઉભેલા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તેમના હાથમાં શોપિંગ બેગ પણ જોવા મળી રહી છે. આ તસવીરોને પણ હજારો લોકોએ લાઈક કરી છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

તો ગીતાબેને લંડનમાં યોજાયેલા ડાયરાની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે, જેમાં શ્રોતાગણો તેમના ડાયરામાં ઝૂલતા અને તેમના ઉપર પાઉન્ડનો વરસાદ કરતા પણ જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં રહેતા લોકો પણ ગીતાબેનના સોશિયલ મીડિયા દ્વારા ઘરે બેઠા બેઠા લંડનમાં તમેની ડાયરાની રમઝટ જોઈ રહ્યા છે અને તેમના વીડિયો તેમજ તસ્વીરોને પસંદ પણ કરી રહ્યા છે.