માઇનસ 7 ડિગ્રીમાં અમેરિકાની અંદર ગરબા લઈને ધૂમ મચાવતા જોવા મળ્યા ગીતાબેન રબારી, જુઓ બરફ વચ્ચે ગીતાબેનનો અનોખો અંદાજ

અમેરિકામાં વહેલી સવારમાં, -7 ડિગ્રી તાપમાનમાં, હિમવર્ષા વચ્ચે પણ ગરબે ઘૂમવા લાગ્યા ગીતાબેન રબારી, જુઓ શાનદાર વીડિયો

ગીતાબેન રબારી હાલમાં પૃથ્વી રબારી સાથે અમેરિકાના પ્રવાસે ગયા છે, જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી છે. ગીતાબેન રબારી અને તેમના પતિ પૃથ્વી રબારીએ અમેરિકા જતા પહેલા જ દિલ્હી એરપોર્ટ ઉપરથી કેટલીક તસવીરો શેર કરી હતી, જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી. ત્યારે હવે ગીતાબેનનો એક વીડિયો પણ ઇન્ટરનેટ ઉપર ધૂમ મચાવી રહ્યો છે.

ત્યારે હવે ગીતાબેન રબારી તેમના પતિ પૃથ્વી રબારી સાથે અમેરિકા પહોંચી ગયા છે અને ત્યાંથી પણ તેમને શાનદાર તસવીરો શેર કરી છે. ગીતાબેનના અમેરિકા પ્રવાસની ઘણી બધી તસવીરો સામે આવી છે, જેમાં તેમનો શાનદાર એરપોર્ટ લુક જોવા મળી રહ્યો છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ ગઈ છે.

ગીતાબેન રબારી તેમના કાર્યક્રમોમાં મોટાભાગે પારંપરિક પરિવેશમાં જોવા મળતા હોય છે, પરંતુ બહુ જ જૂજ ગીતાબેનનો વેસ્ટર્ન લુક જોવા મળે છે અને અમેરિકા જતા સમયે ગીતાબેન વેસ્ટર્ન લુકમાં જોવા મળ્યા હતા. ગીતાબેને એરપોર્ટ લુકમાં રાઉન્ડ નેક ટી-શર્ટ અને જીન્સ કેરી કર્યા હતા.

આ ઉપરાંત તેમને પોતાના એક હાથમાં ટ્રાવેલ બેગ અને બીજા હાથમાં કેરી બેગ જોવા મળી રહી છે. અને આંખો ઉપર ટ્રાન્સપરન્ટ લેન્સ પહેર્યા છે. આ સાથે જ તેમને “Usa 🇺🇸 tour begins” સ્ટેટ્સ પણ રાખ્યું છે. તો તેમના ભરથાર પૃથ્વી રબારી પણ હાથમાં ટ્રાવેલ બેગ સાથે જીન્સ અને ટી શર્ટમાં જોવા મળી રહ્યા હતા, આ ઉપરાંત તેમને ગોગલ્સ પણ પહેર્યા હતા.

ત્યારે હવે ગીતાબેન અમેરિકામાં માઇનસ 7 ડિગ્રી ઠંડીમાં બરફની અંદર ગરબા કરતા જોવા મળી રહ્યા છે. તેમને પોતાની સ્ટોરીમાં બરફની અંદર મજા કરતા ઘણા બધા વીડિયો શેર કર્યા છે. આ ઉપરાંત ગીતાબેને બરફમાં જ ગરબા રમતો એક વીડિયો હાલમાં જ શેર કર્યો છે, જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર ગીતાબેન અમેરિકામાં પડી રહેલી કાળઝાળ ઠંડી અને બરફ છાયા વાતાવરણ વચ્ચે ગુજરાતી ગરબાના તાલે ઝુમતા જોવા મળી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં ગરબો વાગી રહ્યો છે, “રમો રમો ગોવાળિયા રમો..” આ વીડિયો તેમના ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર ગીતાબેનનો ગેટઅપ પણ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. તેમને આ વીડિયોમાં જીન્સ ટી શર્ટ, લોન્ગ કોટ અને માથા ઉપર ટોપી પહેરી છે. તેમનો આ વીડિયો પોસ્ટ થવાની સાથે જ ચાહકો ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો પોસ્ટ થવાની સાથે જ ગણતરીની મિનિટોમાં જ હજારો લોકોએ નિહાળી લીધો છે.

ગીતાબેન અમેરિકામાંથી ઘણી બધી તસવીરો શેર કરી રહ્યા છે, આ ઉપરાંત સ્ટોરીમાં પણ ઘણા બધા વીડિયો શેર કરી રહ્યા છે, જેમાં અમેરિકાના શિકાગોનો સુંદર નજારો જોવા મળી રહ્યો છે, આ પહેલા પણ ગીતાબેને શિકાગોની ગલીઓમાં ઉભા રહીને શાનદાર પોઝ આપતી તસવીરો શેર કરી હતી.

Niraj Patel