ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકા ગીતાબેન રબારીનો આજે જન્મ દિવસે છે, ગીતાબેન કચ્છી કોયલ તરીકે જાણીતા છે. તેમના ગીતો પણ ચાહકોને ખુબ જ પસંદ આવે છે, તેમનું ગીત “રોણા શેરમાં” તો દરેક ગુજરાતીઓના કંઠે રમતું હોય છે.
View this post on Instagram
ગીતાબેન રબારીએ પોતાનો જન્મ દિવસ ખાસ રીતે ઉજવ્યો હતો. જેમાં તે પોતાના પતિ પૃથ્વી રબારી સાથે જોઈ શકાય છે.ચાહકોએ સોશિયલ મીડિયામાં ઢગલો શુભેચ્છા આપી.
View this post on Instagram
પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર ગીતાબેને પોતાની તસવીરો શેર કરી છે. જેમાં તે કેક સાથે ઉભેલા પણ જોવા મળે છે. તેમની પાછળ સરસ ડેકોરેશન પણ કરેલું જોવા મળે છે.આ તસ્વીરને ગણતરીની કલાકોમાં જ 1 લાખ થી વધુ લાઈક મળી, જયારે દિગ્ગજ ગુજરાતી કલાકારોએ પણ કોમેન્ટમાં શુભકામના આપી.

ગીતાબેન રબારીએ 24મોં જન્મ દિવસ ઉજવ્યો આ નિમિત્તે તેમના પતિ પૃથ્વી રબારી પણ તેમની સાથે હતો. ગીતાબેને પોસ્ટ કરવાની સાથે તેમનો પણ આભાર વ્યક્ત કર્યો છે.
View this post on Instagram
ગીતાબેન રબારીના પતિ પૃથ્વી રબારીનો પણ ગઈકાલે જન્મ દિવસ હતો. તેમને પણ પોતાના જન્મ દિવસની ધામધૂમથી ઉજવણી કરી હતી. જેની તસ્વીર પણ ગીતાબેને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી હતી.

ગીતાબેન રબારી આજે આખા ગુજરાતનું એક જાણીતું નામ બની ગયું છે. ત્યારે સોશિયલ મીડિયા ઉપર પણ તેમના ચાહકો તેમને જન્મ દિવસની શુભકામનાઓ આપી રહ્યા છે અને તેમની જન્મદિવસની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
આ ઉપરાંત હિન્દી અને ગુજરાતી ટીવી જગતની ખ્યાતનામ હસ્તીઓએ પણ ગીતાબેનએ જન્મ દિવસની શુભકામનાઓ આપી છે, જેમાં ગુજરાતના લોકપ્રિય ગાયક કિર્તીદાન ગઢવી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમોં સોનુનું પાત્રમાં જોવા મળનાર અભિનેત્રી પલક સિંધવાની, રાજ આનંદકટે પણ શુભકામનાઓ આપી છે.
View this post on Instagram
કચ્છની ધરતી ઉપર જન્મેલા ગીતાબેને પોતાની મહેનત અને લગનથી આજે જે મુકામ હાંસલ કર્યું છે તેના માટે તેમને વંદન છે.
View this post on Instagram
24 વર્ષની ઉંમરે ગીતાબેન આજે માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં એક આગવું નામ ધરાવે છે. તેમના ડાયરાની અંદર માનવ મહેરામણ ઉમટી પડે છે, અને ચાહકો નોટોનો વરસાદ કરતા પણ જોવા મળ્યા છે.
View this post on Instagram
ગીતાબેન રબારીનો જન્મ 31 ડિસેમ્બર 1996ના રોજ કચ્છના નાના એવા ગામ ટપ્પરમાં થયો હતો. ગીતાબેનને ગીતો ગાવાનો શોખ બાળપણથી જ લાગી ગયો હતો, અને પોતાના મધુર કંઠ દ્વારા તે ગીતો ગાતા અને તેને પ્રસંશા મળતી થઇ.
View this post on Instagram
માત્ર 20 વર્ષની ઉંમરમાં જ ગીતાબેન ગુજરાતી ગાયકોમાં ગુજરાતનું એક શ્રેષ્ઠ નામ બનીને ઉભરી આવ્યા. તેમના ગીતો ગુજરાતના ખૂણે ખૂણે વહેવા લાગ્યા અને ચાહકોનો ભરપૂર પ્રેમ તેમને મળતો ગયો.
View this post on Instagram
ગીતાબેન ભલે આજે પોતાના અવાજથી દુનિયાભરમાં ખ્યાતિ મેળવી ચુક્યા હોય છતાં પણ પોતાની સંસ્કૃતિ, પોતાના પરિવાર, પોતાના ગામ અને પોતાના માતા-પિતાને છોડીને આગળ નથી વધ્યા, આજે પણ તે પોતાના એજ ગામમાં વસવાટ કરે છે, પારંપરિક પહેરવેશમાં જ પોતાના કાર્યક્રમમાં જોવા મળે છે.