ગીતાબેન રબારીએ ખાસ અંદાજમાં પોતાના પતિ પૃથ્વી રબારીને આપી જન્મ દિવસની શુભકામનાઓ, તસવીરો તમારું દિલ જીતી લેશે

ગુજરાતીઓને પોતાના ગીતોના તાલે ઝુમાવનાર લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી આજે દુનિયાભરમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. ગીતાબેન રબારી તેમના ગીતો ઉપરાંત તેમના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે, તે પોતાની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરે છે.

હાલમાં જ ગીતાબેને કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેમના પતિ પૃથ્વી રબારી સાથે જોવા મળી રહ્યા છે. ગીતા રબારીએ પોતાના પતિ પૃથ્વી રબારી સાથે કેટલીક ખાસ તસવીરો શેર કરી છે, જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

ગીતાબેનની આ તસવીરો શેર કરવા પાછળનું પણ એક ખાસ કારણ છે, કારણ કે આજે તેમના પતિ પૃથ્વી રબારીનો જન્મ દિવસ છે. જેના કારણે શુભકામનાઓ આપવા માટે તેમને આ તસવીરો શેર કરી છે અને સાથે ખાસ સંદેશ પણ લખ્યો છે.

ગીતાબેને કેપશનમાં લખ્યું છે, “જન્મ દિવસની શુભકામનાઓ મારા પ્રેમ, મારા જીવન પૃથ્વી રબારી. તમે અત્યાર સુધી મારી સાથે દરેક પરિસ્થિતિમાં મને સાચું માર્ગદર્શન, પ્રેમ, શક્તિ આપી છે. હું ખૂબ ભાગ્યશાળી છું કે તમે મારા પતિ તરીકે મળ્યા.”

ગીતાબેનની આ પોસ્ટ ઉપર તેમના ઘણા ચાહકો પૃથ્વી રબારીને જન્મ દિવસની શુભકામનાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત ઘણા સેલેબ્સ પણ કોમેન્ટ કરીને તેમને જન્મ દિવસની શુભકામનાઓ આપી છે. લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ પણ પૃથ્વી રબારીને જન્મ દિસવની શુભકામનાઓ આપી છે.

પુથ્વી રબારીએ પણ તેમના જન્મ દિવસે તેમના સોશિયલ મીડિયામાં એક ખાસ તસ્વીર શેર કરી છે, જેમાં તે ગીતાબેન રબારી ઉપરાંત કિંજલ દવે અને કિંજલના ભાવિ પતિ પવન જોશી સાથે જોવા મળી રહ્યા છે. આ તસવીર શેર કરવાની સાથે તેમને કેપશનમાં “ફ્રેન્ડ ફોરએવર” લખ્યું છે.

તમને જણાવી દઈએ કે ગીતાબેન રબારી થોડા દિવસ પહેલા જ પતિ પૃથ્વી રબારી સાથે અમેરિકાના પ્રવાસે ગયા હતા, જ્યાંથી પણ તેમને ખુબ જ સુંદર તસવીરો પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Pruthvi Rabari (@pruthvirabari79)

Niraj Patel