અમેરિકામાં ગીતાબેન રબારીના ડાયરામાં થયો ડોલરનો વરસાદ, કરોડો રૂપિયાનું કરશે એવું કામ કે જાણીને તમે પણ કરશો તેમને સલામ !

ગુજરાતના લોક લાડીલા સિંગર અને કચ્છી કોયલ તરીકે જેમને નામના મેળવી છે એવા ગીતાબેન રબારી હાલ અમેરિકાના પ્રવાસે છે અને અમેરિકામાં તે પોતાના અવાજથી લોકોના દિલ જીતતા જોવા મળી રહ્યા છે. ગીતાબેનના ડાયરાની અંદર ડોલરનો વરસાદ પણ થઇ રહ્યો છે અને તેમના ડાયરામાં કરોડો રૂપિયા ઉછળી રહ્યા છે.

ત્યારે હાલમાં ગીતાબેને અમેરિકામાં ડાયરાની અંદર જે કરોડોની કિંમતના ડોલર ભેગા થયા છે તેને એક ખુબ જ સારા કામમાં વાપરવાની જાહેરાત તેમને કરી છે, તેમના આ નિર્ણયે ના માત્ર ગુજરાતીઓના દિલ જીત્યા છે, પરંતુ દુનિયાભરના લોકો તેમના આ કામની ચોક્કસથી પ્રસંશા કરી રહ્યા હશે.

ગત રોજ અમેરિકાના ટેક્સાસમાં સુરતના લેઉઆ પટેલ દ્વારા એક ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગીતાબેન રબારીએ પોતાના સુર અને તાલના સથવારે અમેરિકામાં વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ દરમિયાન તેમના ડાયરાની અંદર ડોલરનો વરસાદ પણ થતા જોવા મળ્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ગીતાબેન રબારી અમેરિકામાં ઘણી બધી જગ્યાએ પોતાના ડાયરા કર્યક્રમ કરી રહ્યા છે. ગુજરાતના આ કચ્છી કોયલ પોતાના ડાયરાની અંદર સંપૂર્ણ પારંપરિક પરિધાન સાથે જોવા મળી રહ્યા છે, જેની ઘણી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે. ગત શનિવારના રોજ તેમને ડલાસમાં, રવિવારે હ્યુસ્ટનમાં ડાયરાના પ્રોગ્રામ કર્યા હતા, જેમાં તેમને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અમેરિકા જ્યોર્જિયાના એટલાન્ટા શહેરમાં શનિવારે ગીતાબેન રબારીના આ ડાયરા કાર્યક્રમની અંદર 3 લાખ ડોલર એટલે કે 2.25 કરોડ રૂપિયા જેટલી રકમ ભેગી થઇ ગઈ છે, ત્યારે ગીતાબેન રબારીએ પોતાના ડાયરામાં ભેગી થયેલી રકમને યુદ્ધગ્રસ્ત યુક્રેન માટે મદદ કરવાનો નિર્ણય કર્યો છે. તેમના આ નિર્ણયની પ્રસંશા આખા દેશમાં થઇ રહી છે તેમજ ગુજરાતીઓ પણ ગીતાબેનના આ નિર્ણય માટે સલામ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ ગીતાબેન રબારી તેમના ભરથાર પૃથ્વી રબારી સાથે અમેરિકાના પ્રવાસે ગયા છે. જ્યાં તેમને ડાયરા કર્યક્રમ કરતા પહેલા રજાઓનો આનંદ પણ માણ્યો હતો અને ઘણી બધી તસવીરો પણ પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી હતી, જેમાં ગીતાબેન રબારીનો અનોખો અંદાજ પણ જોવા મળ્યો હતો.

Niraj Patel