ખબર

ગીતાબેન રબારીએ PM મોદી સાથે મુલાકાત કરી, પછી જાણો શું કહ્યું

ગુજરાતની પ્રસિદ્ધ લોકગાયિકા રોણા શેરમા ફેમ ગીતાબેન રબારીએ સોમવારે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ એક ગીત તેમને સમર્પિત કર્યું છે. મુલાકાત બાદ તેમને મીડિયા સાથે વાતચીત કરી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ દરમ્યાનનો સંસદના પરિસરમાં ગીતાબેન રબારીનો ગીત ગાતો વિડીયો ફેસબૂક, અને ટ્વીટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે.

મીડિયા સાથે વાતચીત દરમ્યાન ગીતાબેન રબારીએ જણાવ્યું કે તેઓ પહેલીવાર નરેન્દ્ર મોદીને નથી મળી રહયા, આ પહેલા પણ મળ્યા છે. તેમને કહ્યું, ‘હું જયારે નાની હતી ત્યારે હું તેમણે (નરેન્દ્ર મોદીને) પહેલીવાર મળી હતી. મેં શાળામાં ગીત ગાયું હતું, ત્યારે તેમણે મને 250 રૂપિયા આપ્યા હતા અને અભ્યાસ કરતા રહેવાનું કહ્યું હતું.’

વધુમાં જણાવતા તેઓએ કહ્યું કે, ‘અમે જંગલમાં રહેવાવાળા માલધારી લોકો છીએ. મારા પિતાને ‘બેટી બચાવો, બેટી પઢાઓ’નું પોસ્ટ કાર્ડ મળ્યું એ પછી તેમણે મને શાળામાં મૂકી હતી.’ જાણકારી અનુસાર, ગીતાબેન રબારીએ ત્યારથી ગાવાનું શરુ કર્યું હતું, જયારે તેઓ પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા હતા.

તેમને પોતાનું ડેબ્યુ ગીત રોણા શેરમાથી પ્રસિદ્ધિ મેળવી હતી. જણાવી દઈએ કે ગીતાબેન રબારી ગુજરાતમાં ‘કચ્છી કોયલ’ના નામથી ઓળખાય છે. તેમને પોતાના ગીતોથી યુટ્યુબ પર ધૂમ મચાવી દીધી છે.

ગીતાબેન રબારીને આજે જયારે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત થઇ એ સમયે તેઓ ખૂબ જ ખુશ જણાતા હતા. તેઓને આજે વડાપ્રધાન મોદીને કચ્છી રબારી પાઘડી પહેરાવવાનું સદ્ભાગ્ય પણ પ્રાપ્ત થયું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks