ખેલ જગત

આ દીકરો ક્યૂટ સેફ અલી ખાનનો નથી પણ આ મહાન ખેલાડીનો છે, કોણ કોણ પસંદ કરશે?

જયારે તમને ખબર પડશે કે કોનો દીકરો છે, તરત જ સલામ કરશો

ભારતની જાણીતી પહેલવાન અને રેસલિંગ એક્શનથી ચર્ચામાં આવનારી ભારતીય રેસલર ગીતા ફોગટ સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે.

Image source

ગીતા સોશિયલ મીડિયામાં તેની અને તેના પુત્રની તસ્વીર શેર કરતી રહે છે. આ તસ્વીર ફેન્સને પણ બહુ જ પસંદ આવે છે.

Image source

ભારતની જાણીતી પહેલવાન ગીતાએ તેના દીકરા અર્જુનની તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં અર્જુન માટીમાં રમી રહ્યો છે. આ ટ્વીટને લોકો ઘણા પસંદ કરી રહ્યા છે. આ ટ્વીટને 57 હજારથી વધુ લોકો લાઈક કરી ચુક્યા છે.

Image source

ગીતાએ ટ્વીટર પર તસ્વીર શેર કરતાંની સાથે કેપ્સન આપ્યું હતું કે, જે માટીમાં રમીને આજે આ મુકામ સુધી પહોંચ્યા છે તે માટીમાં અર્જુનને રમતા જોવું એક માતા તરીકે મારી માટે સારી પળ છે.

Image source

ગીતાના કરિયરની વાત કરવામાં આવે તો 2009નું રાષ્ટ્રમંડલ કુશ્તી ચેમ્પિયનશિપ જેમાં 55 કિલો ભારન પહેલવાનમાં ગોલ્ડમેડલ જીત્યો હતો. આ ચેમ્પિયનશિપ જાલંધરમાં થઇ હતી. આ બાદ 2010માં રાષ્ટ્રમંડલ ખેલ જે દિલ્લીમાં આયોજિત થયા હતા. જેમાં 55 કિલો વજનમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું. જેમાં ગીતાએ ઓસ્ટ્રલિયાના એમિલી બીસ્તેદને હરાવી હતી.

Image source

ગીતાના પુત્ર અર્જુનનો જન્મ ડિસેમ્બર 2019માં થયો હતો. થોડા સમય પહેલા તેના પતિ પવનકુમારે દીકરા સાથેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી. 1988માં જન્મેલી ગીતા અને પવનના લગ્ન 2016માં થયા હતા.

Image source

ગીતા ફોગટ ફ્રી સ્ટાઇલ રેસલર છે. તેને પહેલી વાર રાષ્ટ્રમંડલ રમતમાં ભારત તરફથી ગોલ્ડમેડલ જીત્યા છે. ગીતા ઓલમ્પિકમાં ક્વોલિફાઇ થનારી પહેલી મહિલા રેસલર હતી. ગીતા, તેના પિતા અને તેના કોચ મહાવીરસિંહના જીવન, સંઘર્ષ અને ઉપલબ્ધીઓ પર આમિર ખાન દંગલ ફિલ્મ બનાવી ચુક્યો છે.