ખબર

કોણ છે ગીતા ભાટી જેના ભારત બંધ પહેલા કિસાન આંદોલનમાં ગાયબ થઇ ગયા સેન્ડલ, જાણો

કેન્દ્ર સરકાર દ્વારા 3 કૃષિ બિલ વિરુદ્ધ દિલ્લી બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલુ છે. છેલ્લા 14 દિવસથી ખેડૂત લગાતાર બોર્ડર પર કૃષિ બિલ રદ્દ કરવાને લઈને માંગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, જો સરકાર તેની માંગ નહીં સ્વીકારે તો આંદોલન હજુ વધશે. આંદોલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા છે. આ વચ્ચે મહિલા કિસાન નેતાના આંદોલન દરમિયાન પ્રદર્શન કરતા સેન્ડલ ચોરી થઇ ગયા છે.

આ મહિલાએ આરોપ લગાડ્યો છે કે, સરકાર દ્વારા સાજીશ કરીને સેન્ડલ ચોરી કરવામાં આવ્યા છે. મહિલાએ નેતા ગીતા ભાટીનો વિડીયો સામે આવ્યા બાદ હવે સોશિયલ મીડિયામાં સેન્ડલ પરત કરવાને લઈને હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યો છે. ટ્વીટર પર યુઝર્સે ગીતા ભાટીને સેન્ડલ ગોતવાને લઈને મજેદાર ટ્વીટ્સ કરવા લાગ્યા છે. આ રીતે એક યુઝરે સેન્ડલ ગોતવા માટે એનઆઈએ તપાસ કરવાની માંગ કરી છે.
7 ડિસેમ્બરથી અજીબો-ગરીબ હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યો છે. આ હેશટેગ છે #ગીતા_ભાટી_કા_સેન્ડલ _વાપસ_કરો

તમને જણાવી દઇએ કે કિસાન આંદોલન દરમિયાન ગીતા ભાટીના સેન્ડલ ગાયબ થઇ ગયા હતા, ત્યારબાદ તેણે સરકાર પર સેન્ડલ ગાયબ કરવાના આરોપ લગાવ્યા હતા. તેમણે આ માટે સરકારને દોષી ઠેરવતા કહ્યું, ‘સરકાર-પોલીસ ષડયંત્ર હેઠળ મારા સેન્ડલ ગુમ થઈ ગયા.’


કોઈએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ગૃહ મંત્રાલય ગીતા ભાટીના સેન્ડલ પર થોડું ધ્યાન આપો.
તો કોઈએ બુર્જ ખલીફાની તસ્વીર પર લખ્યું છે કે, ગીતા ભાટીકા સેન્ડલ વાપસ કરો.

લોકોએ આ અટકળો શરૂ કરી દીધી કે આ ગીતા ભાટી કોણ છે અને તેના સેન્ડલ કોની પાસે છે. ખરેખર, ગીતા ભાટી ખેડૂત નેતા છે. આ મહિલા ખેડૂત નેતાઓનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.