કચ્છની કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારીને આજે કોઇ ઓળખની જરૂર નથી કારણ કે આજે તેમનું માત્ર નામ જ તેમની અને કચ્છની ઓળખ બની ચૂકી છે. જો કે હાલમાં તેમના પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે. તેમના ભાઇ મહેશભાઇ રબારીનું આકસ્મિક અવસાન થતા તેઓ આઘાતમાં સપડાઇ ચૂક્યા છે.
ખૂબ નિખાલસ પ્રેમાળ વ્યક્તિત્વ અને હંમેશા હસતો ચહેરો રાખનારા એવા કચ્છી કોયલ ગીતાબેન રબારીના મહેશભાઇ રબારીનું 39 વર્ષની ઉંમરે આકસ્મિક નિધન થતા તેમના અને તેમના પરિવાર માથે દુખ આવી પડ્યુ છે. ગીતાબેને મહેશભાઇ રબારીના નિધન બાદ એક પોસ્ટ શેર કરી હતી જે અનુસાર મહેશભાઇ રબારીનું 24 નવેમ્બરે અવસાન થયુ છે.
તેમનું બેસણું 27 નવેમ્બરે ટપ્પર ગામમાં બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી રાખવામાં આવ્યુ છે. ગીતાબેન રબારીની વાત કરીએ તો તેઓ આજે જ્યાં છે તે મુકામ સુધી પહોંચવા માટે ખુબ જ મહેનત કરી છે. કચ્છની કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી ભલે નાનકડા ગામમાંથી આવતા હોય પણ આજે કરોડો રુપિયાના માલિક છે.
View this post on Instagram
તેમને બાળપણથી જ ગીત ગાવાનો ખુબ જ શોખ હતો. જ્યારે ગામમાં કોઈના લગ્ન હોય કે પછી કોઈ કાર્યક્રમ હોય તો તેઓ ગીત ગાતા હતા. કચ્છના નાનકડા ગામથી ગીત ગાવાની શરુઆત કરનાર ગીતાબેન રબારી આજે દેશ-વિદેશમાં ગીતો અને લોકડાયરાઓ માટે જાણિતા છે.
View this post on Instagram