ગયા વર્ષ ૨૦૨૦ થી કોરોના ઘણા લોકોની જાણી દુશ્મન બની ગયો છે અને ઘણા સેલિબ્રિટીઓ મરી પણ ગયા છે. હાલમાં જ સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે કે એક્ટ્રેસ ગીતા બહાલનું નિધન થઇ ચૂક્યું છે. આ અભિનેત્રીનું કોરોના વાયરસને લીધે નિધન થયું છે. આ સાંભળતા જ બોલીવુડના ચાહકોને દુઃખ પહોંચ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
બોલીવુડના 80 ના દાયકામાં દિગ્ગજ એક્ટર ઋષિ કપૂરથી શત્રુઘ્ન સિંહા સુધીના ઘણા મોટા મોટા સેલિબ્રિટીઓ જોડે મુવીમાં કામ કરનારી અભિનેત્રી ગીતા બહલનું શનિવારે રાત્રે 9.40 કલાકે કોવિડથી મૃત્યુ થયું હતું. કોવિડ પોઝિટિવ ગીતા બહલને 19 એપ્રિલના રોજ મુંબઈના જુહુની ક્રિટીકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે 64 વર્ષની હતી.
તમને જણાવી દઈએ કે અભિનેત્રી ગીતા અભિનેતા રવિ બહલની સિસ્ટર હતી, જેમણે 80 ના દાયકામાં ઘણી ફિલ્મોમાં અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. નોંધનીય છે કે ગીતાનો ભાઈ રવિ બહલ, તેની 85 વર્ષીય માતા અને એક ઘરકામ કરતી સ્ત્રી પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ હતી. પરંતુ ઘરે આઇસોલેશનમાં રહેતાં હતા, જો કે પછી ત્રણેયને આ મહામારીથી 7 થી 10 દિવસમાં સ્વસ્થ પણ થઇ ગયેલા. પરંતુ 26 એપ્રિલના રોજ તબિયત લથડતા ગીતાને આઈસીયુ ખસેડવામાં આવી હતી. તેની હાલત વધુ બગડતાં બે દિવસ પહેલાં જ તેને વેન્ટિલેટર રાખવામાં આવી હતી.
આ અભિનેત્રીએ કરેલી ફિલ્મોની વાત કરીએ તો ઋષિ કપૂર અને મોસમી ચેટરજી સાથે ફિલ્મ દો પ્રેમી (1980), જમાને કો દિખાના હૈ (1981), મેને જીના લિયા (1982), નયા સફર (૧૯૮૫) મેરા દોસ્ત મેરા દુશ્મન (1984),. આ હિન્દી ફિલ્મો ઉપરાંત ગીતા બહલે ગુજરાતી ફિલ્મ નસીબ નૂ ખેલ (1982) અને યાર ગરીબા દા (1986) જેવી પંજાબી મુવીમાં પણ કામ કર્યું હતું.