અજબગજબ ખબર

બે વેવાણોએ 3 વર્ષ પહેલા શરૂ કર્યો હતો ઓનલાઇન બિઝનેસ, આજે પહોંચ્યો વાર્ષિક 2 કરોડના ટર્નઓવરે

આજે બિઝનેસ પહોંચ્યો વાર્ષિક 2 કરોડના ટર્નઓવરે, પુરી સ્ટોરી વાંચીને મનોબળ ૨૦૦ ટકા વધી જશે

આજના સમયમાં લોકો કોઈપણ કામ કરીને પૈસા કમાવવામાં માંગતા હોય છે. અને આજે જમાનો આધુનિક થવા લાગ્યો છે ત્યારે કોઈપણ વ્યવસાય ઘરે બેઠા પણ શરૂ થઇ શકે છે. ઘરેબેઠા ઓનલાઇન સામાન ખરીદી પણ શકાય છે અને વેચી પણ શકાય છે, આવા વ્યવસાયમાં લોકો લાખોની કમાણી પણ કરતા હોય છે.

Image Source

આવું જ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે ઉત્તરાખંડની 2 વેવાણોએ. જેમેને 3 વર્ષ પહેલા ઓનલાઇન એક ગિફ્ટ શોપ ચાલુ કરી હતી. અને આજે તેઓ વાર્ષિક 2 કરોડનું ટર્નઓવર કરે છે. આ વેવાણોનું નામ છે નિશા અને ગુડ્ડી.

Image Source

નિશા ગ્રેજ્યુએટ છે તો ગુડ્ડી 5મુ ધોરણ પાસ,  પરંતુ આ બંને ઓનલાઇન ગિફ્ટિંગ પ્લેટફોર્મ “ગિક મંકી”ની ડાયરેક્ટર છે. બંનેની ઉંમર ભલે 50 ઉપર હોય, પરંતુ તેમનું જોમ કોઈ યુવા કરતા ઓછું નથી. તેમને બંનેએ ભેગા મળી અને વર્ષ 2017માં ગિફ્ટ આઇટમનો વ્યવસાય શરૂ કર્યું હતું. તે જ વ્યવસાયને ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર લાવવાથી કંપનીનું વાર્ષિક ટર્નઓવર 2 કરોડનું થઇ ગયું છે.

Image Source

નિશા ગુપ્તા એક વ્યવસાયિક પરિવાર સાથે સંબંધ ધરાવે છે. પરંતુ વર્ષ 2017 પહેલા તે બિઝનેસ વિશે કંઈજ જાણતી નહોતી. તેને ઘરે જ એક નાની દુકાન ખોલી. અહીંયા ઘરઘથ્થુ સામાન અને ગિફ્ટ આઈટમ વેચવાનું શરૂ કર્યું. તો ગુડ્ડી પહાડી વિસ્તારમાં રહેતી હતી. આ બંને મહિલાઓના સાથે જોડાવવાની પણ કહાની ખુબ જ રોચક છે. ગુડ્ડીનો દીકરો અનિલ અને નિશાની દીકરી વૈશાલી એકબીજાને પ્રેમ કરતા હતા. બંનેએ એકસાથે જ રોહતકની એક કોલેજની અંદર એમસીએ કર્યું હતું ત્યારબાદ બંને સાથે જ ગુડગાંવમાં નોકરી પણ કરવા લાગી ગયા.

Image Source

વર્ષ 2017માં બંનેએ જયારે પરિવાર સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો ત્યારે પરિવાર આ લગ્ન માટે રાજી નહોતા.  પરંતુ બાળકોની જીદ આગળ બંને પરિવારોએ ઝુકવુ પડ્યું અને તેમના લગ્ન કરાવી આપ્યા. લગ્ન બાદ ગુડ્ડી અને નિશા વેવાણ બની ગયા અને બંને વચ્ચે સારી મિત્રતા પણ થઇ ગઈ. એકવાર ગુડ્ડીએ તેના દીકરાને કહ્યું કે તે ઘરે બેઠા બેઠા કંટાળી જાય છે અને કંઈક કામ કરવા માંગે છે ત્યારે વૈશાલી અને અનિલના દિમાગમાં ઓનલાઈન વ્યવસાયનો વિચાર આવ્યો. ત્યારબાદ બંનેએ સાથે મળી અને “ગિક મંકી” નામથી 2017માં ઓનલાઇન ગિફ્ટિંગ પ્લેટફોર્મ શરૂ કરી દીધું.

Image Source

આજે નિશા અને ગુડ્ડી એક સફળ બિઝનેસ વુમન છે. તે પોતાના સફળતાનો શ્રેય પોતાના આર્ટીજન અને ગ્રાહકોને આપે છે. 110 પ્રોડક્ટથી શરૂ થયેલા આ વ્યવસાય આજે 1300 પ્રકારના યુનિક ગિફ્ટ પ્રોડક્ટ દેશભરમાં ડીલેવરી આપે છે. તેમની પાસે 99 રૂપિયાથી લઈને 13 હજાર રૂપિયા સુધીની ગિફ્ટ આઈટમ છે. હાલમાં તેમના કામની અંદર તેમનો દીકરો અનિલ અને વૈશાલી પણ મદદ કરે છે. નિશાનો દીકરો હર્ષિત ગુપ્તા પણ બેન્કની નોકરી છોડીને પોતાની માતા સાથે જ કંપનીનું માર્કેટિંગ સાચવે છે. નિશા જણાવે છે કે આજે અમારી પાસે 12 લોકોની પરમેનન્ટ સ્ટાફ છે, આ ઉપરાંત 40 લોકો ફ્રિલાન્સર તરીકે પણ જોડાયેલા છે.