ખબર

કોરોનાને કહેર મચાવ્યો છે તો આ અમદાવાદમાં ડોકટરો ઉતરી ગયા અચોક્કસ મુદ્દતની હડતાલ પર, વાંચો સમગ્ર વિગત

એક બાજુ અમદાવાદમાં કોરોનાએ માઝા મૂકી છે. દરરોજ કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. તો બીજી તરફ ડોકટરો અચાનક હડતાલ પર ઉતરી ગયા છે. અલગ-અલગ માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે.

Image source

નરોડા રોડ- અમદુપુરા વિસ્તારમાં આવેલી GCS હોસ્પિટલના 70 જેટલા રેસિડેન્સ ડૉક્ટરો અચાનક અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જતા ચિંતાનો વિષય બન્યો છે. આ ડોક્ટરોના જણાવ્યા અનુસાર GCS હોસ્પિટલ દ્વારા મેડિકલમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતાં ડૉક્ટર્સ પાસેથી લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવે છે. તો બીજી તરફ હોસ્પિટલ દ્વારા કોવિડ અને નોન કોવિડ ડ્યુટી પણ કરાવવામાં આવતી હોવાનો પણ ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Image source

ડોકટરો દ્વારા માંગ કરવામાં આવી છે કે, ફીમાં ઘટાડો કરવામાં આવે અને સરકારની ગાઈડ લાઈન પ્રમાણે કોવિડ ડ્યુટીનું ભથ્થું આપવામાં આવે. આ પહેલા અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં ભરવામાં ના આવતા આ હડતાલનું હથિયાર ઉગામ્યું છે.