
હિન્દૂ ધર્મમાં ગાયત્રીમંત્રનું વિશેષ મહત્વ છે.ગાયત્રી મંત્રના ફાયદાને ઘણા રૂપમાં જોઈ શકાય છે.આ મંત્રનો જાપ શુદ્ધિકરણ,મનની શાંતિ અને યશ પ્રાપ્તિ માટે કરવામાં આવે છે.ગાયત્રીમાતાને હિંદુ ધર્મની દેવીના રૂપમાં જોવામાં આવે છે. આ મંત્રના જાપથી આપણા મનને એક વિશેષ પ્રકારની શાંતિ મળે છે. આ સિવાય વાતાવરણ પણ શુદ્ધ થઇ જાય છે.
Image Sourceદરેક ધર્મગ્રન્થોમાં ગાયત્રીની મહિમા એક સ્વરથી કહેવામાં આવી છે. દરેક ઋષિમુનિઓ ગાયત્રીના ગુણ-ગાન કરે છે. ગાયત્રી મંત્ર ત્રણે દેવ બ્રમ્હા,વિષ્ણુ અને મહેશનો સાર છે.ગીતામાં ભગવાને જ કહ્યું છે કે,’‘गायत्री छन्दसामहम्’ એટલે કે ગાયત્રી મંત્ર હું પોતે જ છું.ગાયત્રી મંત્ર દરેક કોઈને આસાનીથી યાદ રહી જાય છે.પણ લોકોને આ મંત્રના અર્થની જાણ નથી હોતી. માટે આજે અમે તમને ગાયત્રીમંત્રના અર્થ વિશે જણાવીશું.

જીવનમાં આવનારી દરેક સમસ્યાનું સમાધાન આ ગાયત્રી મંત્ર માં જ છે.આ મંત્રનો જાપ કરનારા લોકોના જીવનમાં ક્યારેય પણ કોઈ બાધા કે સમસ્યા નથી આવતી.
વેદપુરાણોમાં પણ ગાયત્રી મંત્રના ફાયદા વિશે જણાવામાં આવ્યું છે. જો કે જીવનમાં સફળ થાવા માટે દેવી-દેવતાના પૂજા પાઠના સિવાય સારા કર્મ કરવા પણ ખુબ જરૂરી છે.ઘણીવાર લોકો પોતાના કામમાં બેસ્ટ હોવા છતાં પણ પોતાના કર્મોને લીધે પાછળ રહી જાતા હોય છે.

ગાયત્રી મંત્ર:
ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम्
भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ||
- ૐ:પરબ્રમ્હનો અભિવાચ્ય શબ્દ
- ભુ:ભુ લોક
- ભૂવઃ અંતરિક્ષ લોક
- સ્વ:સ્વર્ગલોક
- ત:પરમાત્મા અથવા બ્રમ્હા
- સવિતું:ઈશ્વર અથવા સૃષ્ટિ કરતા
- વરેણ્યમ:પૂજનીય
- ભર્ગ:અજ્ઞાત તથા પાપ નિવારક
- દેવસ્ય:ભગવાનનું જ્ઞાન સ્વરૂપ
- ધીમહિ:અમે ધ્યાન કરીયે છીએ
- ધિયો:બુદ્ધિ પ્રજ્ઞા
- યો:જો
- નઃ : અમને
- પ્રચોદયાત:પ્રકાશિત કરે

અર્થ:”અમે ઈશ્વરની મહિમાનું ધ્યાન કરીયે છીએ, જેણે આ સંસારને ઉત્પન્ન કર્યુ છે.જે પૂજનીય છે, જે જ્ઞાનનો ભંડાર છે, જે પાપ તથા અજ્ઞાનને દૂર કરનારા છે.તે અમને પ્રકાશ દેખાડો અને અમને સત્યના માર્ગે લઇ જાઓ”.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.