શાહરૂખ ખાનની આ એક્ટ્રેસનો થયો ખૌફનાક કાર એક્સીડન્ટ, ભયંકર અકસ્માતમાં કપલનું મોત

‘સ્વદેસ’ એક્ટ્રેસ ગાયત્રી જોશીનો થયો એક્સીડન્ટ, ફરારી સાથે ટકરાઇ લેમ્બોર્ગિની, દર્દનાક અકસ્માતમાં સ્વિસ કપલનું મોત

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Swades actress Gayatri Joshi :શાહરૂખ ખાનની ફિલ્મ ‘સ્વદેશ’થી ડેબ્યુ કરનાર બોલિવુડ એક્ટ્રેસ ગાયત્રી જોશીની કાર ઇટલીમાં કાર અકસ્માતનો શિકાર થઇ ગઇ. આ દરમિયાન તે તેના પતિ વિકાસ ઓબેરોય સાથે લેમ્બોર્ગિનીમાં સફર કરી રહી હતી. જો કે, બંને માંડ માંડ બચ્યા. પણ આ અકસ્માતમાં ફરારી કારમાં સવાર સ્વિસ કપલનું મોત થઇ ગયુ. અકસ્માતની જાણ થતા જ પોલિસે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી.

એક્ટ્રેસ ગાયત્રી જોશીને નડ્યો કાર અકસ્માત 
એવું કહેવામાં આવી રહ્યુ છે કે અભિનેત્રી અને તેનો પતિ લગ્ઝરી ગાડીઓ સાથે રેસ કરી રહ્યા હતા. રીપોર્ટ્સ અનુસાર, અકસ્માત ઇટલીના સાર્ડિનિયાના એક વિસ્તારમાં થયો. ઘટના સમયે ગાયત્રી અને તેના પતિ લેમ્બોર્ગિનીથી જઇ રહ્યા હતા. તેમની કારના આગળ-પાછળ ઘણી લગ્ઝરી ગાડીઓ પણ ચાલી રહી હતી.

લેમ્બોર્ગિનીએ ફરારીને મારી ટક્કર
આ દરમિયાન આગળ ચાલી રહેલ મીની ટ્રકને ઓવરટેક કરતા સમયે તેમની ગાડીએ ફરારીને ટક્કર મારી દીધી, જે સાથે ચાલી રહેલ મીની ટ્રક સાથે ટકરાઇ, આ ટક્કરથી મીની ટ્રક પલટાઇ ગઇ અને ફરારીમાં આગ લાગી ગઇ. જેને કારણે ફરારીમાં સવાર સ્વિસ કપલનું મોત થઇ ગયુ. મૃતકોની ઓળખ સ્વિટ્ઝરલેન્ડની 63 વર્ષિય મેલિસા ક્રૌટલી અને 67 વર્ષિય માર્ક્સ ક્રૌટલીના રૂપમાં થઇ છે.

સ્વિસ કપલનું મોત 
ગાયત્રીએ એક ન્યુઝ વેબસાઇટને જણાવ્યુ કે, વિકાસ અને તે ઇટલીમાં છે. તેઓ ત્યાં એક દુર્ઘટનાનો શિકાર થઇ ગયા. ભગવાનની કૃપાથી તેઓ બંને બિલકુલ ઠીક છે. આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે પાછળ ચાલી રહેલ એક ગાડીના ડેશબોર્ડ પર લાગેલ કેમેરામાં રેકોર્ડ થયો હતો.

લાઇવ વીડિયો વાયરલ
જણાવી દઇએ કે, ગાયત્રી જોશીએ 2004માં ફિલ્મ ‘સ્વદેશ’થી બોલિવુડમાં પોતાની શરૂઆત કરી હતી. તેણે શાહરૂખ ખાન સાથે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. તેના અભિનયની તારીફ પણ થઇ હતી. જો કે, એકમાત્ર ફિલ્મ ‘સ્વદેસ’બાદ તેણે એક્ટિંગથી દૂરી બનાવી લીધી અને ઓબેરોય કંસ્ટ્રક્શનના મેનેજિંગ ડાયરેક્ટર વિકાસ ઓબેરોય સાથે લગ્ન કરી લીધા. તે બાદથી તે બોલિવુડથી દૂર છે.

વર્ષ 1999માં તેણે ફેમિના મિસ ઇન્ડિયા કોમ્પીટીશનમાં ભાગ લઇને પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે વર્ષ 2000માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલનો ખિતાબ પણ જીત્યો હતો અને તેને જાપાનમાં મિસ ઇન્ટરનેશનલ 2000માં ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવાનો મોકો મળ્યો હતો.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina