જાન લઈને આવેલા વરરાજાને સાળીઓએ રસ્તા વચ્ચે જ રોકી લીધો અને પછી કરાવ્યું એવું કામ કે જોઈને તમે પણ કહેશો, “સાળીઓ આવી છે તો પત્ની કેવી હશે ?” જુઓ વીડિયો

લગ્નને લઈને ઘણા બધા વીડિયો તમને ઇન્ટરનેટ ઉપર જોવા મળી જશે, ઘણા વીડિયોની અંદર લગ્નની એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને તમે પેટ પકડીને હસવા માટે મજબુર બની જાઓ. હાલ એવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં લગ્ન મંડપમાં જાન લઈને આવેલા વરરાજાને મંડપની બહાર જ સળીઓએ રોકી લીધા અને એવું કામ કરાવ્યું જેને જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજાની વરઘોડા સાથે દુલ્હનના દરવાજે પહોંચતા જ સાળીએ એવી ચેલેન્જ આપી, જેની લોકો કલ્પના પણ નહીં કરી શકે. હા, સાળીઓએ રસ્તાના કિનારે ઉભેલા વરને અને તેની સાથે આવેલા મિત્રો અને મહેમાનોને રોટલી બનાવવાનો પડકાર ફેંક્યો. ત્યારપછી જ વરરાજા સહિત જાનને અંદર પ્રવેશવા દેવામાં આવશે.

પછી વરરાજાએ આ ચેલેન્જ સ્વીકારી લીધી અને રસ્તાના કિનારે ઉભા રહીને રોટલી બનાવવાનું શરૂ કર્યું. વર વતી, તેના મિત્ર અથવા તેના ભાઈએ કોઈ પણ જાતની શરમ રાખ્યા વિના તેના હાથમાં લોટ લીધો અને પછી ગોળ રોટલી બનાવવાનું શરૂ કર્યું. ચશ્મા પહેરીને એણે એવા સ્વેગમાં રોટલી બનાવવાનું શરૂ કર્યું કે બધા વખાણના પુલ બાંધવા લાગ્યા. આ વીડિયો ઈન્ટરનેટ પર ઘણો વાયરલ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by WedAbout.com (@wedabout)

સાળીઓએ આપેલું ટાસ્ક વરરાજાએ જરા પણ ખચકાટ વગર કર્યું અને પછી લોકોના દિલ જીતી લીધા. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર wedabout નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 4 હજારથી વધુ લોકો તેને લાઈક કરી ચૂક્યા છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘તે આપેલા અસાઇનમેન્ટને સારી રીતે સમજ્યો હતો.’

Niraj Patel