મનોરંજન

લોકડાઉનમાં અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ અભિનેતા ગૌતમ ગુલાટી સાથે કર્યા લગ્ન, તસ્વીરો થઇ રહી છે વાયરલ

સોશિયલ મીડિયા ઉપર હાલમાં જ બિગબોસના પ્રતિસ્પર્ધી અભિનેતા ગૌતમ ગુલાટી અને બોલીવુડની અભિનેત્રી ઉર્વશી રૌતેલાના લગ્નની તસવીરો વાયરલ થઇ રહી છે. શું હકીકતમાં આ બંનેએ લગ્ન કરી લીધા છે? તે જાણવા માટે તેમના ચાહકો અધીરા બની રહ્યા છે.

Image Source

અભિનેતા ગૌતમ ગુલાટીએ ઉર્વશી રૌતેલા સાથે તેના લગ્નના ફોટા શેર કર્યા છે. આ ફોટામાં બંનેને ફેરા લેતા જોઈ શકાય છે. બીજા એક ફોટોમાં બંને રોમેન્ટિક સ્ટાઇલમાં જોવા મળી રહ્યા છે. ફોટોના કેપ્શનમાં ગૌતમે લખ્યું કે, ‘તમે સુખી લગ્નજીવનની શુભકામનાઓ નહિ આપો ?

Image Source

ઘાટા લાલ રંગના જોડામાં ઉર્વશી દુલ્હનની જેમ સજેલી છે તો ક્રીમ રંગની શેરવાનીમાં ગૌતમ નજરે ચઢી રહ્યો છે, આ બનેંના ચહેરા ઉપરની સમાઈલ પણ ગાયબ છે. ચાહકો તેની આ તસવીરો જોઈને ખુબ જ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે કે આ બંનેએ કેવી રીતે લગ્ન કરી લીધા?

Image Source

જો તમે એમ વિચારી રહ્યા છો કે હકીકતમાં ઉર્વશીએ કોરોના વાયરસની મહામારી વચ્ચે ગૌતમ સાથે લગ્ન કર્યા છે, તો તે એવું તે સાચી ખબર નથી. હકીકતમાં આ તસવીર ઉર્વશીની આગામી ફિલ્મના એક દ્રશ્યની છે. ઉર્વશી રૌતેલાની ફિલ્મ ‘વર્જિન ભાનુપ્રિયા’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. તેનું આ એક દૃશ્ય છે.

આ ફિલ્મમાં ગૌતમ અને ઉર્વશી વચ્ચે કેટલાક રોમેન્ટિક સીન પણ આપવામાં આવ્યા છે. આ ફિલ્મની વાર્તા આધુનિક જમાનના યુવાઓને અનુલક્ષીને બતાવવામાં આવી છે. આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઇ ગયું છે.

ઉર્વશી કહે છે, “ઘણાં લોકો મને પૂછે છે કે શું આ ફિલ્મ એમ્મા સ્ટોનની ફિલ્મ ‘ઇઝી એ’ દ્વારા પ્રેરિત છે, પરંતુ હું આ વસ્તુને સંપૂર્ણ રીતે તેમની કલ્પના ઉપર છોડી દઈશ, કારણ કે આ ફિલ્મ જોયા પછી તેમને વાર્તાની ખબર પડી જશે.”

મળતી માહિતી પ્રમાણે ‘વર્જિન ભાનુપ્રિયા’ 16 જુલાઈએ ઓટીટી પ્લેટફોર્મ પર આવી રહી છે. ફિલ્મની ટીમે તાજેતરમાં વર્ચુઅલ મીટિંગ પણ કરી હતી. ફિલ્મમાં ઉર્વશી થોડા અલગ લુકમાં જોવા મળશે. ફિલ્મનું પ્રીમિયર 16 જુલાઈએ @ zee5premium @ zee5 પર છે. ગુરુવારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મ ધ્વરા ગૌતમ અને ઉર્વશી પહેલીવાર રોમાન્સ કરતા નજર આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.