ખુશખબરી : અનંત અદાણી પછી બિઝનેસમેન ગૌતમ અદાણીનો નાનો દીકરો પણ બંધાયો સગાઇના બંધનમાં

અંબાણીને ટક્કર આપે એવા ભવ્ય લગ્ન થશે, ગૌતમ અદાણીના લાડલાની સગાઈની તસવીરો આવી સામે

ભારતીય બિઝનેસમેન ગૌતમ અદાણીના ઘરે એકવાર ફરી શરણાઇ વાગવાની છે, તેમના નાના દીકરા જીત અદાણીની સગાઇ થઇ છે. રીપોર્ટ અનુસાર, એક હીરા કારોબારીની દીકરી દીવા જૈમિન શાહ હવે તેમની નાની વહુના રૂપમાં અદાણી પરિવારમાં એન્ટ્રી કરવાની છે. જો કે, હાલ તો લગ્નની તારીખનો ખુલાસો નથી થયો. ગૌતમ અદાણીના દીકરા જીત અદાણીની સગાઇ 12 માર્ચ રવિવારના રોજ દિવા જૈમીન શાહ સાથે થઇ હતી.

ગુજરાતના અમદાવાદમાં પ્રાઇવેટ રીતે સગાઇ સેરેમની યોજાઇ હતી. જેમાં બંને પરિવારના નજીકના મિત્રો અને પારિવારિક સભ્યો જ હાજર રહ્યા હતા. અદાણી પરિવારની થવાવાળી નાની વહુ દીવા C.Dinesh & Co. Pvt. Ltd ના માલિક જૈમિન શાહની દીકરી છે. ગૌતમ અદાણીના બે દીકરાઓ છે, તેમનો મોટો દીકરો કરણ અદાણી અને નાનો જીત અદાણી છે. જીત અદાણીનો જન્મ 7 નવેમ્બર 1997ના રોજ થયો હતો.

જીતે યુનિવર્સિટી ઓફ પેંસિલવેનિયાથી ગ્રેજ્યુએશન કર્યુ છે અને તે 2019માં ભારત પાછો ફર્યો હતો. જીત અને તોનો મોટો ભાઇ કરણ બંનેએ વિદેશથી જ ગ્રેજ્યુએશન પૂરુ કર્યુ છે. જીત પણ હવે તેના પિતા અને ભાઇની જેમ જ બિઝનેસ સંભાળવા લાગ્યો છે. જીત અદાણી 2019થી અદાણી ગ્રુપ સાથે જોડાયો અને પિતા સાથે બિઝનેસમાં હાથ વધારી રહ્યો છે. જીતને 2022માં અદાણી ગ્રુપમાં વાઇસ પ્રેસીડેંટ(ફાઇનેંસ) નિયુક્ત કરાયો. અદાણી ગ્રુપનું દેશ-દુનિયામાં મોટુ નામ છે. આ ગ્રુપના સંસ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી છે.

અદાણી ગ્રુપના મુખ્યરીતે બંદરગાહ, તેલ અને ગેસની ખોજ, વીજળી ઉત્પાદન, કોલસાનો વેપાર, ગેસ વિતરણ અને કોલસા ખનનનો વેપાર છે. જણાવી દઇએ કે, ગૌતમ અદાણીના મોટા દીકરા કરણના લગ્ન જાણિતા કોર્પોરેટ નકીલ સિરિલ શ્રોફની દીકરી પરિધિ સાથે થયા છે. વર્ષ 2013માં કરણ અદાણી અને પરિધિ લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેના લગ્નમાં પીએમ મોદી પણ પહોંચ્યા હતા. જણાવી દઇએ કે, કરણ હાલ અદાણી પોર્ટ એંડ સેજ લિમિટેડ (APSEZ)ના CEO છે.

Shah Jina