400 કરોડના વૈભવી ઘરમાં રહે છે બિઝનેસમેન ગૌતમ અદાણી, BMWથી લઈને પ્રાઇવેટ જેટમાં કરે છે સફર… જુઓ કેવી છે તેમની લક્ઝુરિયસ લાઈફ સ્ટાઇલ

15 વર્ષની ઉંમરે જ પોતાનું ઘર છોડી દેનારા ગૌતમ અદાણી કેવી રીતે બન્યા દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાંથી એક… જુઓ તેમના સંઘર્ષની કહાની

ગૌતમ અદાણી આજે દેશ અને દુનિયાનું એક મોટું નામ બની ગયા છે. તેમણે આજે જે મુકામ મેળવ્યું છે તે પોતાની મહેનત અને સતત કામ કરવાની ધગશથી મેળવ્યું છે. ત્યારે આજે ગૌતમ અદાણી પાસે દુનિયાભરના તમામ એશોઆરામ છે. થોડા સમય પહેલા જ તે વિશ્વના ધનકુબરોની યાદીમાં 2જા નંબર પર હતા, પરંતુ શેર બજારમાં આવેલા ભારે નુકશાનના કારણે તેમનું સ્થાન ઘણું પાછળ ચાલ્યું ગયું. પરંતુ ગૌતમ અદાણીએ આ બધું પોતાની મહેનતથી ભેગું કર્યું છે. તેમનું જીવન પણ ઘણું સંઘર્ષપૂર્ણ રહ્યું છે.

કમાણીના મામલામાં તેમણે પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પણ પાછળ છોડી દીધા છે. ગૌતમ અદાણી થોડા સમય પહેલા જ રજત શર્માના શો “આપ કી અદાલત”માં પહોંચ્યા હતા જ્યાં તેમણે પોતાના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા હતા. ત્યારે આજે અમે તમને ગૌતમ અદાણીના ઘર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ આલીશાન છે અને જેની કિંમત કરોડોમાં હોવાનું કહેવાય છે.

માત્ર 15 વર્ષની વયે અભ્યાસ છોડી દેનાર ગૌતમ અદાણી આજે આખી દુનિયામાં જાણીતા છે. તેમણે દસમા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો અને મુંબઈ રહેવા ચાલ્યા ગયા. અહીં તેમણે ઘણા સંઘર્ષોનો સામનો કર્યો અને પછી અમદાવાદ પરત ફર્યા. અહીં તેમણે પોતાના કરિયરની શરૂઆત કરી અને પછી ધીરે ધીરે તે કરોડપતિ બની ગયા. ગૌતમ અદાણીનું ટેક્સ હાઉસ અમદાવાદમાં બનેલું છે, જેની કિંમત 400 કરોડથી વધુ હોવાનું કહેવાય છે.

તેમનું ઘર લગભગ 3.4 એકરમાં બનેલું છે, જેમાં લક્ઝરી સુવિધાઓ છે. તેમના ઘરમાં લગભગ 6 ડાઇનિંગ રૂમ, 7 બેડરૂમ અને 7000 ચોરસ ફૂટમાં બનેલો સ્ટાફ ક્વાર્ટર છે. આ ઘરમાં તેઓ પત્ની પ્રીતિ, દીકરા કરણ, જીત અને પુત્રવધૂ સાથે વૈભવી જીવન જીવે છે. ગૌતમ અદાણીનું આ ઘર લીલાછમ વૃક્ષો અને છોડથી ઘેરાયેલું છે, જે જોવામાં ખૂબ જ સુંદર છે.

આ આલીશાન ઘર ઉપરાંત ગૌતમ અદાણી પાસે લગભગ 3 ખાનગી જેટ છે જેમાં બીકક્રાફ્ટ, હોકર અને બોમ્બાર્ડિયરનો સમાવેશ થાય છે. આ સિવાય તેમની પાસે AgustaWestland AW139 નામના ત્રણ હેલિકોપ્ટર પણ છે, જેમાં ટ્વીન એન્જિન, 15-સીટર છે, જેની કિંમત 12 કરોડથી વધુ હોવાનું કહેવાય છે.

આ સિવાય ગૌતમ અદાણી પાસે ઘણી લક્ઝરી કારો છે જેમાં રોલ્સ રોયસ ઘોસ્ટ, BMW 7 સિરીઝ, ફેરારી, Audi Q7 જેવી ઘણી લક્ઝરી કાર સામેલ છે. તમને જણાવી દઈએ કે ગૌતમ અદાણી પાસે કોલ કંપની, રિયલ એસ્ટેટ, એગ્રો પ્રોડક્ટ્સ, ઓઈલ, ગેસ અને લોજિસ્ટિક્સ જેવી ઘણી કંપનીઓ છે જે અલગ-અલગ સેક્ટરમાં કામ કરે છે જેના દ્વારા તેઓ કરોડોની કમાણી કરે છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણી હવે ફરીથી વિશ્વના સૌથી અમીરોની યાદીમાં 21મા નંબરે પહોંચી ગયા છે. આ પહેલા તે એક સ્થાન નીચે સરકીને 22મા નંબરે પહોંચી  ગયા હતા. અદાણી ટોપ 20ની નજીક પહોંચી ગયા છે. જો તેમની નેટવર્થ આ રીતે વધતી રહેશે તો તે ટૂંક સમયમાં ટોપ 20માં પણ આવી જશે.

Niraj Patel