મનોરંજન

શાહરૂખનો લાડલો જેલના વોર્ડમાં 250 કેદીની સાથે રહેશે, આવી હાલત જોઈને મોમ ગૌરી ખાને ઉઠાવ્યું પગલું

થોડાક સમય પહેલા મુંબઈની ક્રૂઝ ડગ કેસમાં SRK નો લાડલો આર્યન ખાન ઝડપાયેલો હતો અને હાલ જેલમાં બંધ છે. તેના દીકરાની જામીન અરજી પર સુનાવણી પૂરી થઈ છે અને ચુકાદો 20 ઓક્ટોબરે આપવામાં આવશે. બીજી ઓક્ટોબરે આર્યન ક્રૂઝ પરથી પકડી લીધો હતો અને પછી તેને જેલમાં મોકલાયો હતો. છેલ્લા 13 દિવસથી દીકરો ઘરથી દૂર મુશ્કેલીમાં હોવાથી શાહરૂખ ખાન અને ગૌરી પરેશાન છે.

કિંગ ખાનના ‘મન્નત’ પેલેસમાં પણ વાતાવરણ ઉદાસીન છે. માં-બાપ દીકરાની ચિંતામાં સતત કાયદાના જાણકારો તેમજ અંગત મિત્રોના સંપર્કમાં છે. તેઓ સતત ફોન કરીને વાત કરી રહ્યા છે. બીજી ઓક્ટોબરે જયારે પુત્રને ઝડપ્યો ત્યારે લાગતું હતું કે અમુક કલાકોમાં છૂટી જશે પરંતુ તેની કાયદાકીય લડત લાંબી ચાલી રહી છે.

આર્યનને જેલમાં રાખવા માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) મજબૂત દલીલો કરી રહી છે. જેલમાં કેદી નંબરને બંદી નંબર કહેવાય છે. ત્યાં કોઈપણ કેદીને તેના નંબરથી બોલાવામાં આવે છે. આ રીતે શાહરુખના દીકરાને બોલાવવા માટે 956 નંબરનો ઉપયોગ કરવામાં આવશે. જ્યાં સુધી ગોરી ખાનનો પુત્ર આર્યન ખાન જેલમાં રહેશે ત્યાં સુધી તેને આ નંબર 956થી બોલાવાશે.

દીકરા માટે 11 ઓક્ટોબરે 4500 રૂપિયાનો મની ઓર્ડર આવ્યો હતો. આર્યન ખાનને આ મની ઓર્ડર તેના પપ્પા શાહરુખ ખાને મોકલ્યો હતો. દીકરાએ આ મની ઓર્ડરનો ઉપયોગ પોતાના કેન્ટિનના ખર્ચા માટે કર્યો. જેલના નિયમ મુજબ, એક કેદીને એક મહિનામાં માત્ર 4500 રૂપિયાના મની ઓર્ડરની અનુમતિ છે.

રિપોર્ટ અનુસાર, ગોરી ખાનનો દીકો જેલમાં ગયો છે એ દિવસથી એક કોળિયો પણ જેલના ભોજનનો નથી ખાધો. આર્યનને જેલનો ખોરાક પસંદ નથી આવી રહ્યો. ‘ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના રિપોર્ટ અનુસાર, રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આર્યન ખાન ફક્ત બિસ્કિટ ખાઈને દિવસો કાઢી રહ્યો છે. આર્યન પોતાની સાથે પાણીની 12 બોટલ લઈને ગયો હતો, જે અત્યાર સુધી ચાલી રહી છે. આર્યન જેલનું પાણી પણ નથી પીતો, તેની પાસે હવે માત્ર 3 બોટલ બાકી રહી છે.

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલે પણ આર્યન ખાન બાબતે એક નિવેદન આપ્યું છે અને કહ્યું કે, જવાન દિકરાને કોઇ કંટ્રોલ ન કરી શકે. બાળકે વિચારવું જોઇએ કે બાપનું નામ ખરાબ ન થાય. પોતાના 4 દશકની ફિલ્મી સફર પછી ૨૦૨૧ માં અભિનેતાની મુવી હંગામા 2 અને તૂફાન આવી હતી. જેમાં તે શિલ્પા શેટ્ટી સાથે નજરે આવ્યા હતા.

હવે તે હમ દો હમારે દોમાં નજર આવવાના છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે આર્યન ખાન સાથે શું થયું તેને લઇને હું કોઇ અનુમાન નહી લગાવું, સમગ્ર રિપોર્ટ આવી જવા દો પછી જ કંઇ કહી શકીશું. આ તો નેશનલ ટાઇમપાસ થઇ ગયું છે. અભિનેતા સુશાંતના ગયા બાદ જે સર્કસ ટીવી પર ચાલ્યું.. લોકોને મનોરંજન મળ્યું. તેમાં કોઇ રિપોર્ટ આવ્યો નહી અને લોકોએ વાતને રફા દફા કરી દીધી. હું તો તેમ કહીશ કે લોકોએ રિયા ચક્રવર્તીના કરિયરની વાટ લગાવી દીધી.

મુંબઈની સેશન્સ કોર્ટમાં ગયા પરમદિવસે સાંજે અને ગઈકાલે બે દિવસ SRK ના દીકરા આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. કોર્ટે બંને બાજુની પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. મતલબ આર્યન ખાનને ઓછામાં ઓછું 20 ઓક્ટોબર સુધી તો જેલમાં રહેવું જ પડશે. SRK નો દીકરો જેલવાસ લંબાતા શાહરૂખ અને ગૌરી ખાન માટે એક-એક દિવસ કાઢવો મુશ્કેલ બની ગયો છે. નામ ન આપવાની શરતે શાહરૂખ-ગૌરીના પારિવારિક મિત્રે ઈન્ડિયા ટુડેને જણાવ્યું છે કે, ગૌરીએ દીકરા માટે માનતા માની છે.

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે, મોમ ગૌરી ખાને દીકરા માટે માનતા માની છે અને નવરાત્રી દરમિયાન તે માતાજીની ખૂબ ભક્તિ કરી રહી છે. એટલું જ નહીં નવરાત્રી શરૂ થઈ ત્યારથી ગૌરીએ ખાંડ સહિત તમામ ગળી વસ્તુઓ ખાવાનું બંધ કરી દીધી છે. ગત સુનાવણી પહેલા SRK ની મેનેજર પૂજા દદલાણીએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર માતાજીનો ફોટો શેર કર્યો હતો.

એ તસવીર શેર કરતાં લખ્યું હતું, “માતા રાણી તમારો આભાર.” બુધવારની સુનાવણી બાદ માતા પિતાને અપેક્ષા હતી કે ગુરુવારે દીકરાને જામીન મળી જશે પરંતુ તેમ ના થયું. તમને જણાવી દઈએ કિંગ ખાને પોતાની સેલેબ્સ મિત્રોને મન્નત પેલેસ પર આવવાની ના પાડી છે, કારણ કે બહાર લોકોની ભીડ હોય છે અને સેલેબ્સની સુરક્ષા જોખમાય તેવી શક્યતા છે.

જોકે, આ અઘરા સમયમાં ભાઈજાન એટલે કે સલમાન ખાન ત્રણ વાર મન્નત આવી ગયો છે. તે આર્યન ખાનના કેસમાં સતત શાહરુખને સપોર્ટ કરે છે. ભાઇજાનના વકીલ અમિત દેસાઈને શાહરુખે હાયર કર્યા છે. ઉલ્લેખનીય છે કે હિટ એન્ડ રન કેસમાં અમિત દેસાઈએ સલમાન ખાનને છોડાવ્યો હતો.