ગણતંત્ર દિવસ પર આ સેલિબ્રિટીએ રચ્યો ઇતિહાસ..અમેરિકાના આકાશમાં બનાવ્યો 350 કિમિ લાંબો ભારતનો નકશો, ફિલ્મી સિતારાઓએ પણ કરી પ્રસંશા

ભારતનું નામ ગર્વથી રોશન કર્યું આ યુટ્યૂબરે, અમેરિકામાં કર્યું એવું કામ કે જોઈને તમે પણ કરશો સલામ..વાયરલ થયો વીડિયો

ગઈકાલે 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ત્યારે આ દિવસે આખો દેશ દેશભક્તિના રંગમાં રંગાયેલો જોવા મળ્યો હતો. સાથે જ સોશિયલ મીડિયામાં પણ ઘણા બધા વીડિયો વાયરલ થયા જેમાં પણ દેશભક્તિનો રંગ છવાયેલો જોવા મળ્યો હતો. ત્યારે આ દરમિયાન એક એવી ઘટના સામે આવી જેને જોઈને આખો દેશ ખુશ ખુશાલ બની ગયો.

ગણતંત્ર દિવસના અવસર પર યુટ્યુબર ગૌરવ તનેજાએ અમેરિકાના આકાશમાં ભારતનો નકશો દોરીને ઈતિહાસ રચ્યો છે. તેણે નકશો બનાવવા માટે ત્રણ કલાકમાં 350 કિલોમીટર ઉડાન ભરી. ગૌરવ તનેજાના જણાવ્યા અનુસાર, તેમની પાસે 12 વર્ષ અને 6000 કલાકનો ફ્લાઈંગ અનુભવ છે. 74માં પ્રજાસત્તાક દિવસના અવસર પર, ગૌરવે ટ્વિટર પર તેની સિદ્ધિ વિશે એક પોસ્ટ શેર કરી.

આ કામમાં ગૌરવની પત્ની રિતુ રતિ તનેજાએ પણ તેને સાથ આપ્યો હતો. ભારતના નકશાની તસવીર પોસ્ટ કરતા ગૌરવે લખ્યું કે અમે ઈતિહાસ રચ્યો, ભારતનો સૌથી મોટો નકશો. તેણે લગભગ 3 કલાક સુધી ઉડાન ભરી અને 350 કિલોમીટરનો નકશો બનાવ્યો. તમારા સમર્થન અને ભારત માતાના આશીર્વાદ વિના આ શક્ય ન હોત.

ફ્લાઈંગ બીસ્ટના નામથી યુટ્યુબ ચેનલ ચલાવતા પાયલટ ગૌરવ અને રિતુ તનેજાએ આ સિદ્ધિ મેળવવા માટે અમેરિકાના ફ્લોરિડાના ટેમ્પા એરપોર્ટથી તેમની ફ્લાઈટ શરૂ કરી હતી. મિશન સફળ થયા પછી ગૌરવે પોસ્ટ કરી, જેના પછી ઘણી લાઇક્સ અને કમેન્ટ્સ આવી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સભ્યોએ પણ ગૌરવને શુભેચ્છા પાઠવી હતી.

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ટ્વીટ કર્યું કે તેને આકાશમાં ‘ભારત’ જોઈને ખૂબ ગર્વ છે. નવી ઊંચાઈઓનું અન્વેષણ કરવા માટે અહીં છે @flyingbeast320 હેપી રિપબ્લિક ડે! #ભારત આકાશમાં. એક્ટર આર માધવને પણ પોસ્ટ કર્યું કે ભારતને નવી ઊંચાઈએ લઈ જતું જોઈને ખૂબ જ ગર્વની લાગણી થઈ રહી છે. પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા #ભારત આકાશમાં.

ગૌરવ તનેજાએ જણાવ્યું હતું કે આ મિશન દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ભારતના યુવાનોનો ઉત્સાહ અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ નવું ભારત છે. છેલ્લા ત્રણ મહિનાથી અમે આ દિવસની તૈયારી કરી રહ્યા છીએ. તે પહેલા મેં ઉડાડેલા કોમર્શિયલ જેટથી ઘણું અલગ હતું. તેમાં આધુનિક ટેક્નોલોજીનો અભાવ છે અને અણધાર્યા હવામાનને કારણે અમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આકાશમાં ભારતનો નકશો બનાવવો એક પડકાર હતો.

Niraj Patel