ટીવી સીરયિલ ‘ઉતરન’ના અભિનેતા ગૌરવ બજાજના ઘરે નવું મહેમના પધાર્યું છે. ગૌરવની પત્ની સાક્ષી શૌરવાનીએ 11 ડિસેમ્બરના રોજ ઇન્દોરમાં દીકરાને જન્મ આપ્યો છે. દીકરાના જન્મથી ગૌરવ-સાક્ષી ખુબ જ ખુશ છે.

મીડિયા સાથે વાતચીતના દરમિયાન ગૌરવે પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે,”જેવી જ મને ખબર પડી કે હું તરતજ ઇન્દોર માટે નીકળ્યો અને સીધો જ હોસ્પિટલ પહોંચી ગયો. દીકરાને મારા ખોળામાં લઈને હું ખુબજ ખુશ થયો. સાક્ષી અને હું અમારા બાળકના આવવાની ખુબ આતુરતાથી રાહ જોતા હતા અને હવે તે અમારા હાથમાં છે. હાલ તો અમે તેને જુનિયર બજાજ કહીને બોલાવી રહ્યા છીએ.”

જણાવી દઈએ કે સાક્ષી અને ગૌરવ એક બીજાને આગળના સાત વર્ષોથી ઓળખતા હતા. લાંબા સમયના ડેટ પછી બંન્નેએ લગ્ન કર્યા હતા, આગળની 10 ડિસેમ્બરે બંન્નેએ પોતાના લગ્નની વર્ષગાંઠની પણ ઉજવણી કરી હતી. પત્નીને વર્ષગાંઠની શુભકામનાઓ આપતા ગૌરવે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે,”Wishing You Happy 6 Years of being Mrs Bajaj 💝 @sakshi_bajaj29#happyanniversary ❤️ #7yearsofknowingyou 👩❤️👨.

આ સિવાય ગૌરબે સાક્ષી સાથેની સગાઈની તસવીરો પણ શેર કરી હતી. તસ્વીરોમાં ગૌરવ અને સાક્ષીની બોન્ડિંગ અને પ્રેમ સ્પષ્ટ ઉભરાઈ આવે છે. આ સિવાય દિકારાના જન્મની ખુશી પણ ગૌરવે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

ગૌરવ ઉતરન, પિયા રંગરેજ, કૈસા યે ઇશ્ક હૈ અજબસા રિસ્ક હૈ, સપનો સે ભરે નૈના વગેરે જેવી સિરિયલોમાં કામ કરી ચુક્યા છે. છેલ્લી વાર ગૌરવ ટીવી સિરિયલ સિદ્ધિ વિનાયકમાં જોવા મળ્યા હતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.