પિતાની 25 કરોડની કારમાં ફરવા માટે નીકળ્યો હતો 17 વર્ષનો દીકરો, અકસ્માતમાં ગાડીનો કર્યો સત્યાનાશ
દરેક કોઈની મોંઘી-મોંઘી બાઇક્સ કે કાર ખરીદવાની ઇચ્છાઓ હોય છે. જો કે ભાગ્યે જ લોકોની આ ઈચ્છા પૂર્ણ થઇ શકે છે. એવામાં તાજેતરમાં જ એક 17 વર્ષનો યુ-ટ્યુબર 25 કરોડની મોંઘી કાર લઈને બહાર નીકળ્યો અને અકસ્માતનો શિકાર થઇ ગયો.

આ યુટ્યુબરનું નામ Gauge Gillian છે અને તે અમેરિકાનો રહેનારો છે. તે પોતાના પિતાની 25 કરોડની Pagani Huayra Roadster ગાડી લઇને પોતાના મિત્ર સાથે ટેક્સાસ ફરવા માટે નીકળ્યો હતો અને અચાનક જ ગાડી પરથી કાબુ ગુમાવતા ગાડી ઝાડ સાથે અથડાઈ હતી.

ગાડીના આગળના વ્હીલ ફાટી ગયા અને ડ્રાઇવર બાજુનો દરવાજો તૂટી ગયો. જો કે આ ગાડી પુરી રીતે કાર્બન ફાઇબરની બનેલી હતી. ગિલિયને યુટ્યુબ પર એક વિડીયો પણ પોસ્ટ કર્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં તેના એક હાથનું ફ્રેક્ચર થયું હતું અને સાથેનો બીજો મિત્ર ઝેક સહી-સલામત છે. તેણે આ ગાડીની ખુબ પ્રશંસા કરી અને તેને શક્તિશાળી કહી હતી કેમ કે આટલી મોટી દુર્ઘટના થવા છતાં ગાડીને વધારે નુકસાન થયું ન હતું અને દરેકના જીવ પણ બચી ગયા હતા.

વીડિયોમાં તેણે જણાવ્યું કે ગિલિયન પોતાનો મિત્ર ઝેક સાથે હતો અને તે લગભગ 64 કિમિ પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો. અચાનક જ ગાડી પરથી કાબુ ગુમાવતા દુર્ઘટના થઇ હતી. ગિલિયનના પિતા એક મોટા બિઝનેસમૈન છે અને તે મોંઘી મોંઘી સ્પોર્ટ્સ ગાડીઓ રાખવાના ખુબ શોખીન છે. ગિલિયન અવાર-નવાર પિતાની કારની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.

આ વીડિયોમાં ગિલિયન કહે છે કે,”તે એક શાનદાર અને પાવરફુલ ગાડી છે. ભૂલ મારી હતી કે ગાડી મારા કંટ્રોલની બહાર થઇ ગઈ અને હું અને મારો મિત્ર દુર્ઘટનાનો શિકાર થઇ ગયા. ઘટનાને લીધે પહેલા તો મારા પિતા ખુબ ગુસ્સે થયા હતા પણ તે એ વાતથી ખુશ પણ હતા કે તેનો દીકરો સુરક્ષિત છે, કારનું શું છે તે તો બીજી વાર પણ ખરીદી શકાશે”.
જુઓ Gauge Gillian નો વિડીયો…