પાલનપુરમાં સ્કૂટર ઉપર જઈ રહેલા મા અને દીકરા ઉપર પાછળથી આવી રહેલા ટેન્કર ચાલક ટેન્કર ચઢાવી દીધી, બંનેના મોત, પરિવારનું આક્રંદ જોઈને આંખોમાં આંસુ આવી જશે

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. આવા અકસ્માતમાં કોઈની ભૂલના કારણે કોઈ વ્યક્તિનો જીવ પણ જતો હોય છે. ઘણીવાર ઘણા લોકો જાણે કે આંખો બંધ કરીને વાહન હંકારતા હોય તેમ આજુબાજુ જોયા વિના કોઈને પણ કચડી નાખે છે. આવી જ એક ઘટના હાલ પાલંપુરમાંથી સામે આવી છે, જ્યાં એક ટ્રક ચાલકે એક માતા અને દીકરાને કચડી નાખ્યા હતા.

આ કાળમુખી ઘટના બની હતી પાલનપુરમાં આવેલા ગઠામણ પાટિયા પાસે. જેના CCTV દૃશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે માતા અને પુત્ર એક્ટિવા ઉપર જઈ રહ્યા છે, ત્યારે જ પાછળથી આવતી એક ટેન્કરે તેમને કચડીને ચાલી જાય છે. જેમાં તે બંને ગંભીર રીતે ઘવાતા તેમના મોત નિપજ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ત્યારે મા અને દીકરાને આ રીતે મૃત જોઈને તેમનું આક્રદ કોઈને પણ રડાવી દે તેવું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી, સાથે જ ઘટના સ્થળે લોકોના ટોળા પણ એકઠા થઇ ગયા હતા.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર માતા પોતાના 5 વર્ષના દીકરાને લેવા માટે સ્કૂલે ગઈ હતી. જ્યાંથી પરત ફરતા સમયે આ અકસ્માત સર્જાયો હતો અને મા દીકરા બંનેના મોત નિપજ્યા હતા. મૃતક માતાનું નામ રેણુકાબેન મિલનકુમાર રાવલ હતું અને દીકરાનું નામ કલ્પ હતું. તેઓ પાલનપુરની સ્વસ્તિક હાઇસ્કુલની પાછળ વિનાયકપાર્ક સોસાયટીમાં રહેતા હતા.

Niraj Patel