ખબર

જનતા પર વધુ એક મોંઘવારીનો માર ! પેટ્રોલ-ડીઝલ બાદ હવે LPG સિલિન્ડરનાં ભાવમાં પણ ઘરખમ વધારો

એપ્રિલના પ્રથમ દિવસે જ ગ્રાહકોને મોંઘવારીનો ભારે ફટકો પડ્યો છે. દેશમાં સતત મોંઘવારી વધતી જઇ રહી છે. ત્યારે પેટ્રોલ-ડીઝલ બાદ હવે LPG સિલિન્ડરમાં રૂપિયા 250નો વધારો થતા જનતાને વધુ એક ઝટકો લાગ્યો છે. LPG સિલિન્ડરના નવા ભાવ આજે જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે LPG ગેસ સિલિન્ડર એક જ ઝાટકે 250 રૂપિયા મોંઘો થઈ ગયો છે. આ વધારો ઘરેલુ એલપીજી સિલિન્ડરમાં નહીં પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં થયો છે. તેથી સ્થાનિક એલપીજી સિલિન્ડર ગ્રાહકોને હાલ માટે રાહત મળી છે.

પ્રતિકાત્મક તસવીર

કારણ કે, માત્ર 10 દિવસ પહેલા જ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે 22 માર્ચે કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો હતો.તમને જણાવી દઈએ કે લાંબા સમય બાદ 22 માર્ચથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો આંચકો લાગ્યો છે. આ દિવસે, બિન-સબસિડીવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો થયો છે. કારણ કે 6 ઓક્ટોબર 2021 પછી ઘરેલુ એલપીજી સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર થયો નથી.

પ્રતિકાત્મક તસવીર

આજે એટલે કે નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે પણ, ઘરેલું એલપીજી સિલિન્ડર દિલ્હીમાં 949.50 રૂપિયા, કોલકાતામાં 976 રૂપિયા, મુંબઈમાં 949.50 રૂપિયા અને ચેન્નાઈમાં 965.50 રૂપિયામાં રિફિલ થઈ રહ્યું છે. રસોઇ ગેસ સિલિન્ડરની કિંમત ચેક કરવા માટે તમારે સરકારી ઓઇલ કંપની IOCની વેબસાઇટ પર જવું પડશે. અહીંયા કંપનીઓ દર મહિને નવા ભાવ જાહેર કરે છે. એ માટે આ https://iocl.com/pages/indane-cooking-gas-overview પર તમે તમારા શહેરનાં ગેસનાં ભાવ જાણી શકો છો.