કૌશલ બારડ ખબર લેખકની કલમે

અડધી રાતે ફેક્ટરીમાંથી વછૂટેલા ઝેરી વાયુથી લોકોનું જીવવું હરામ થયું, ગામડાંઓ ખાલી થયાં!

આંધપ્રદેશના વિશાખાપટ્ટનમ્ પાસે આવેલ ગોપાલપટ્ટનમ્ ખાતે આવેલ પોલિમર બનાવતી ફેક્ટરીમાંથી ભાંગતી રાતે ઝેરી ગેસનું લીકેજ શરૂ થયું એ ઘટનાએ હવે ખતરનાક રૂપ લીધું છે. રાતેઆશરે ૨:૩૦ વાગ્યે ગેસ લીકેજ શરૂ થયું એ પછી અત્યાર સુધીમાં ૮ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે.

Image Source

ગેસનો સ્ત્રાવ શરૂ થયો એ વખતે કંપનીના પ્લાન્ટમાં ઘણા લોકો મોજૂદ હતા. પ્રશાસનના કહેવા મુજબ, હવે તો આખો પ્લાન્ટ ખાલી કરવામાં આવ્યો છે અને બધા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ફંસાયેલા લોકોની હાલત બહુ કફોળી થઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે, કે આજુબાજુનાં પાંચ જેટલાં ગામોને ખાલી કરી નાખવામાં આવ્યાં છે. આજુબાજુના તમામ વિસ્તારમાંથી લોકોને દૂર ખસેડવામાં આવ્યા છે. ઇન્ડીયન નેવીના જવાનો પણ રેસ્કયૂ ઓપરેશનમાં લાગ્યા છે. આ ઉપરાંત, સ્થાનિક પ્રશાસન અને એનડીઆરએફ-એચડીઆરએફ પણ કામે લાગ્યા છે.

Image Source

વછૂટેલો ઝેરી ગેસ શું છે એ અત્યાર સુધીમાં એકદમ સ્પષ્ટ તો થઈ શક્યું નથી. પણ શરૂઆતના રિપોર્ટ પ્રમાણે આ ગેસ પોલી વિનાઇલ ક્લોરાઇડ કે સ્ટાયરિન હોઈ શકે છે. એનાં સ્ત્રાવને કારણે આ પરિસ્થિતી સર્જાઈ હોવાનું કહેવાય છે.

પ્રભાવગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને દરવાજા તોડીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ફિલહાલ આ વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટ સેવા રોકી દેવામાં આવી છે. લોકોને પાણીમાં પલાળીને માસ્ક પહેરવા સલાહ આપવામાં આવે છે. ૧૫૦ જેટલા લોકોને દવાખાનામાં રાખવામાં આવ્યા છે, જેમાંથી ૨૦ જેટલાની હાલત ગંભીર છે.

Image Source

ગેસનાં સ્ત્રાવની અસરથી અમુક લોકો રસ્તા પર ચાલતા-ચાલતા જ ઢળી પડ્યા છે! આજુબાજુનાં પાંચ ગામો સંપૂર્ણ સીલ કરી દેવામાં આવ્યા છે. આંધ્રના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી ઘટનાસ્થળ પર પહોઁચ્યા હોવાના પણ સમાચાર છે.

Author: કૌશલ બારડ – GujjuRocks Team