મોંઘવારીએ મૂકી માઝા, રાંધણ ગેસના ભાવમાં આટલા રૂપિયાનો ઝીંકાયો વધારો, જાણો નવા ભાવ

આજે ફરીથી ગેસના ભાવમાં વધારો થયો છે. સામાન્ય માણસનું જીવવું તો આ મોંઘવારીમાં ઘણુ અઘરૂ થઈ રહ્યુ છે એક બાદ એક જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવ વધી રહ્યા છે.સરકારી ઓઈલ કંપનીઓએ આજે ગેસ-સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો છે. 14.2 કિલોગ્રામના સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

Image Source

દિલ્હીમાં સબસિડી વગરના LPG સિલિન્ડરની કિંમત હવે ભાવ વધારા બાદ 819 રૂપિયા થઇ છે. જે પહેલાં 794 રૂપિયા હતી. 2021માં જ રસોઈ ગેસ-સિલિન્ડર 125 રૂપિયા મોંઘું થયું છે.

Image Source

રાષ્ટ્રીય રાજધાનીમાં 1 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં એલપીજી ગેસ સિલિન્ડર 225 રૂપિયા મોંઘા થયા છે. 15 ફેબ્રુઆરીએ 719 રૂપિયાથી 769 રૂપિયા થઈ ગઈ.

Image Source

25 ફેબ્રુઆરીના 25 રૂપિયાનો વધારો કરાયો તે બાદ કિંમત વધીને 794 રૂપિયા થઈ. હવે 1 માર્ચના રોજ એલપીજી ગેસના ભાવમાં 25 રૂપિયાનો વધારા બાદ કિંમત 819 રૂપિયા થઈ ગઈ છે.ગ્રાહકે દરેક સિલિન્ડર પર સબસિડી સહિત કિંમત ચૂકવવાની હોય છે. પછીથી સબસિડીના પૈસા ખાતામાં પરત જાય છે.

Image Source
Shah Jina