મનોરંજન

ટીવીની આ લોકપ્રિય અભિનેત્રીની તૂટી સગાઈ,કહ્યું,”સીરિયલમાં Hot સીનને લઈને મંગેતરને થતું આવું …” વાંચો સમગ્ર અહેવાલ

ટીવીના લોકપ્રિય શો ‘શક્તિ:અસ્તિત્વ કે અહેસાસ’કી દ્વારા ફેમસ થયેલી અભિનેત્રી ગરિમા જૈન માટે દુઃખનો પહાડ તૂટી પડી ગયો છે.ગરિમાએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની સગાઈ તૂટવાની ખબર ફૈન્સને જણાવી છે.

ગરિમાએ 2 મહિના પહેલા 13 જૂનના રોજ હીરા વ્યાપારી રાહુલ સર્રાફ સાથે સગાઇ કરી હતી, જે અત્યારે તો મુંબઈથી લંડન શિફ્ટ થઇ ગયા છે.મૈ મહિનામાં અમુક મુલાકાત પછી બંન્નેએ એકબીજા સાથે સગાઈ કરવાનો નિર્ણય લઇ લીધો, પણ આટલા ઓછા સમયમાં જ તેઓની સગાઈ તૂટી ગઈ છે.

ગરિમાએ જણાવ્યું કે,”અમે ખુબ મુશ્કિલથી એકબીજાને ઓળખતા હતા,સગાઈના તરત જ પછી અમારી વચ્ચે ઘણી સમસ્યાઓ આવવા લાગી.આવું એટલા માટે બનતું હતું કેમ કે અમે બંન્ને અલગ અલગ ઇન્ડસ્ટ્રી માંથી આવતા હતા.શરૂઆતમાં તેને એ વાતની સમસ્યા હતી કે સ્ક્રીન પર મારા તરફથી આપવામાં આવતા ઇન્ટિમેટ સીન અને શોર્ટ પહેરવા પર તે નાખુશ હતા. અમે આ બાબતને લઈને એકબીજા સાથે ઘણી ચર્ચાઓ પણ કરી જેથી બધુ ઠીક થઇ શકે”.

ગરિમાએ એ પણ કહ્યું હતું કે મને માતા-પિતાની પસંદ પર પૂરો ભરોસો છે. પણ મને લાગે છે કે અમે બંન્નેએ જલ્દી જ એકબીજા સાથે સંબંધ જોડી લીધો. પણ સંબંધને વધારે ખરાબ બનાવવાને બદલે અમે બંન્નેએ સગાઈ જ તોડવાનો નિર્ણય લઇ લીધો.

તેની પહેલા ગરિમાએ એ ખુલાસો કર્યો હતો કે તે ટીવી ઇન્ડસ્ટ્રીમાં કોઈપણ યુવક સાથે લગ્ન કરવા માટે તૈયાર ન હતી, પણ હવે તે પોતાના આ નિણર્ય પર એક વાર ફરીથી વિચાર કરશે.

ગરિમા કહે છે કે,”હું બસ માત્ર મારા કેરિયર પર ધ્યાન આપવા માંગુ છું અને જે કંઈ થયું તેના વિશે વધારે વિચારવા પણ નથી માંગતી.મને હવે લગ્ન કરવાની કોઈ જ જલ્દી નથી. જ્યારે સમય આવશે ત્યાર બધું ઠીક થઇ જશે, હું હવે બધું જ ભગવાન પર છોડી દઉં છું”.

જણાવી દઈએ કે ગરિમા જૈને વર્ષ 2015 માં ‘દોસ્તી યારિયાં મનમર્જીયા’ સિરિયલ દ્વારા ટીવી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું જેના પછી તે ઘણી સિરિયલોમાં જોવા મળી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks