ધાર્મિક-દુનિયા

ગરીબી દૂર કરવી છે તો ભગવાન શ્રીકૃષ્ણએ કીધેલા આ 5 ઉપાયો કરો

ભગવાન વિષ્ણુએ આ ધરતી પર અનેક અવતાર લીધા છે જેથી પૃથ્વી પર ધર્મને કાયમ રાખીને તે મનુષ્યોની મદદ કરી શકે. એમાનો જ એક હતો ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર જેણે અસંખ્ય લોકોને પ્રભાવિત કર્યા છે.

પહેલાના સમયમાં સાધુ સંતોએ ભગવાનનના ઉપદેશોને લેખિત રૂપ આપ્યું છે જેની સાબિતી અને પુરાવાઓ આજે પણ છે. જે જરૂરિયાત મંદ લોકો માટે કોઈ માર્ગદર્શનથી ઓછા નથી. તે લેખોમાંથી અમે આજે તમારા માટે 5 ઉપાય લઈને આવ્યા છીએ જે તમારા ઘરમાંથી ગરીબીને હંમેશાને માટે દૂર લઇ જાશે.

1. ઘી નો દીવો પ્રગટાવો:

Image Source

પ્રાચીન સમયથી પોતાના પરિવારના કુળદેવી કે દેવતાની સામે દીવો પ્રગટાવવાની પ્રથા ચાલતી આવી છે. જ્યાં અમુક લોકો સાંજના સમયે દીવો પ્રગટાવવો યોગ્ય માને છે તો અમુક લોકો સવારના સમયને શુભ માને છે.જો કે હિન્દૂ ધર્મના અનુસાર વ્યક્તિને સવાર-સાંજ બંને સમયે ઘી નો દીવો કરવો જોઈએ જેનાથી ઘરમાં નિર્ધનતા નથી આવતી.

2. પાણી આપવું:

આપણા માટે મહેમાન ભગવાનના સમાન હોય છે. તેનું પૂરું માન-સમ્માન કરવું જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ આપણી ઘરે આવે તો સૌથી પહેલા તેને પાણી આપવું જોઈએ. એવું માનવામાં આવે છે કે કોઈ તરસ્યાની દુવા સૌથી વધારે શક્તિશાળી હોય છે માટે ઘરે આવેલા મહેમાનોને પાણી આપો અને તેનો આશીર્વાદ પ્રાપ્ત કરો.

3.મધ:

Image Source

ઘરમાં હંમેશા મધ રાખવું જોઈએ. મધ ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલું છે. તેને ઘરની સૌથી સ્વચ્છ જગ્યા પર રાખો. મધ પુરા ઘરમાં સકારાત્મકતાનો પ્રભાવ લઈને આવે છે. આ સિવાય તે ઘરથી નકારાત્મક ઉર્જાને દૂર રાખવામાં મદદ કરે છે.

4. પવિત્ર તિલક:

માનવામાં આવે છે કે તિલક મગજને શાંત અને સ્થિર રાખે છે. જ્યોતિષવાદીઓના અનુસાર વ્યક્તિએ પોતાની રાશિ કે જન્મ કુંડળીના અનુસાર સિંદૂર, ચંદન વગેરેનું તિલક લગાવવું જોઈએ. તમે વિશેષજ્ઞોની મદદ લઈને પોતાના માટે ઊત્તમ તિલકની જાણકારી મેળવી શકો છો. જે ઘરમાંથી ગરીબી દૂર કરવા માટે તમારી મદદ કરશે.

5. માં સરસ્વતીની વીણા:

Image Source

મોટાભાગે વીણાને ઘરમાં સજાવટના સામાન સ્વરૂપે રાખવામાં આવે છે, પણ ખુબ ઓછા લોકોને એ જાણ હશે કે ઘરમાં વીણા રાખવાથી પોતાના કોઈપણ પ્રોજેક્ટને સમય પર પુરા કરવામાં મદદ મળે છે. તમારા દરેક આર્થિક કામ વીણાની હાજરીને લીધે કામિયાબ થઇ જાશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.