ખબર જીવનશૈલી

અનંત અંબાણીની આ ‘ખાસ દોસ્ત’ રાધિકાએ ગરીબ મહિલાની કઈંક આવી રીતે કરી મદદ, જુવો વિડીયો થયો વાઇરલ

આગળના મહિને મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મેહતા સાથે થયા હતા.જેમાં દેશની ઘણી દિગ્ગ્જ હસ્તીઓહાજર રહી હતી.તે સમયે મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની ખાસ મિત્ર રાધિકા મર્ચેન્ટએ દરેક કોઈનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું.

અંબાણી પરિવારના દરેક ફંક્શનમાં જોવા મળતી રાધિકાનું  નામ અનંતની સાથે જોડવામાં આવી રહ્યું છે.કહેવામાં આવી રહ્યું છે કે તે અનંતની ગર્લફ્રેન્ડ છે. રાધિકા અંકોર હેલ્થકૅયર સીઈઓ અને વાઇસ ચેરમેન વીરેન મર્ચેન્ટની દીકરી છે, રાધિકાએ ન્યૂયોર્કથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. રાધિકાને ટ્રેકિંગ અને સ્વીમીંગનો પણ ખુબ જ શોખ છે. રાધિકા અને અનંત લાંબા સમયથી એકબીજાના મિત્રો છે.

Image Source

જો કે હાલ રાધિકાનો એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં રાધિકા ગરીબ મહિલાની મદદ કરતી જોવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે રાધિકાની સાથે અનંત અંબાણી પણ નજરમાં આવ્યા હતા.

Image Source

એક રેસ્ટોરેન્ટથી બહાર નીકળતી વખતે રાધિકા પોતાની ગાડીમાં બેસી રહી હતી અને તેજ સમયે તેની પાસે પાસે એક ગરીબ મહિલા આવી, જેને જોઈને રાધીકા પોતાના તાના પર્સમાંથી પૈસા કાઢીને તેને આપ્યા.રાધિકાએ મહિલા તરફ સ્મિત કરતા તેની મદદ કરી હતી.આ સમયે રાધિકા કેઝ્યુઅલ લુકમાં નજરમાં આવી જયારે અનંત બ્લેક પેન્ટ અને શર્ટ પહેરેલા નજરમાં આવ્યા હતા.

આ વીડિયોને ફેમસ ફોટોગ્રાફર યોગેન શાહે ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે, વીડિયોમાં જોઈ શકાય છે કે રાધિકા એક મહિલાને પૈસા આપતી દેખાઈ રહી છે. રાધિકાની આ દરિયાદિલી સોશિયલ મીડિયા પર ખુબ વાઇલર થઇ રહી છે.

રાધિકા કેડાર કન્સલટેન્ટ, દેસાઈ એન્ડ દીવાનજી અને ઇન્ડિયા ફર્સ્ટ જેવી કંપનીઓની સાથે કામ કરી ચુકી છે. રાધિકાએ પોતાની એક ફર્મ શરૂ કરી છે.

રાધિકા તે સમયે ચર્ચામાં આવી જયારે તેમણે આકાશ-શ્લોકાની સગાઈમાં ઈશા અને શ્લોકકાની સાથે ડાન્સ કર્યો હતો. ત્યારે શાહરુખ ખાને અંનતને મજાક કરતા પૂછી લીધું હતું કે તે રાધિકાને 10 માંથી કેટલા નંબર આપશે? તેના પર અનંતે જવાબ આપ્યો કે 1 મિલીઅન.રાધિકા આકાશના લગ્નના દરેક સમારોહમાં નજરમાં આવી હતી. જો કે હજી સુધી અંબાણી પરિવારે અનંત-રાધિકાનો કોઈ ખુલાસો કર્યો નથી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks