ખબર

કાચા ઘરમાં રંગરેલિયા માનવી રહ્યા હતા પ્રેમી-પ્રેમિકા, અચાનક એવું થયું કે છોકરાની થઇ મોત, છોકરીના બંને પગ તૂટી ગયા

ઝારખંડના ગઢવા જિલ્લાના મેરાલ થાના ક્ષેત્રના કરકોમા ગામમાં શુક્રવારે રાત્રે એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. પ્રેમી-પ્રેમિકા એક ઘરમાં સંબંધ બનાવી રહ્યા હતા અને આ દરમિયાન ઘરની છત તૂટી ગઇ અને તેના કારણે પ્રેમીની મોત થઇ ગઇ જયારે પ્રેમિકાના બંને પગ તૂટી ગયા. પ્રેમી ત્રણ બાળકોનો પિતા હતો અને છત તૂટીને પડવાને કારણ તેને ગંભીર ઇજા પહોંચી હતી. .

પ્રતિકાત્મક તસવીર

સંબંધીના દીકરાની જાનમાં ગયા બાદ મોકો જોઇને મહિલાએ પ્રેમીને બોલાવ્યો અને બંને વચ્ચે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. બંને ઘટના સમયે આપત્તિજનક સ્થિતિમાં હતા. પ્રેમીના લગ્ન થયેલા હતા, જયારે પ્રેમિકાને તેના પતિએ છોડી દીધી હતી.

વીજળી સબ સ્ટેશનના બાજુમાં એક કાચા ઘરમા બંને મળી રહ્યા છે અને તે  દરમિયાન છત ધરાશાયી થઇ અને પ્રેમીની ત્યાં જ મોત થઇ ગઇ જયારે પ્રેમિકાના બંને પગ તૂટી ગયા અને તેની બૂમો સાંભળી અન્ય લોકો પહોંચ્યા અને તેને બહાર નીકાળી.

પ્રતિકાત્મક તસવીર

ગામવાળાએ ઘટનાની જાણકારી તાત્કાલિક મેરાલ થાનાપ્રભારી અજીત કુમારને આપી અને તેઓએ ગશ્તી દળને ઘટના સ્થળ પર મોકલ્યા. પોલિસે પ્રેમીના મૃતદેહને નીકાળી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને બાદમાં પ્રેમિકાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી.