ખબર

બ્રિટને પણ કારગાર ગણાવ્યું ભારતના આ નુસખાને, હજુ પણ ઘણા આ નુસખાની મજાક ઉડાવે છે

આ વર્ષની શરૂઆતથી જ કોરોના વાયરસે આખા વિશ્વમાં હાહાકાર મચાવીને રાખ્યો છે. આ વાયરસની હજુ સુધી કોઈ રસી કે દવા નથી મળી, અને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વાયરસની રસી કે દવા બનતા હજુ કેટલો સમય લાગશે એ કહી શકાય એમ નથી. પણ આયુર્વેદમાં આ વાયરસથી બચવા અને આનાથી લડવાના ઘણા ઉપાયો કારગર સાબિત થઇ રહ્યાં છે.

Image Source

જો કે ભારતમાં એવા ઘણા ઘરેલુ નુસ્ખાઓ અપનાવવામાં આવી રહયા છે કે જેની મદદથી કોરોના વાયરસની બીમારીથી બચી શકાય છે. એવો જ એક નુસખો છે મીઠાના પાણીથી કોગળા કરવાનો, અને હવે આ નુસ્ખા પર બ્રિટનના શોધકર્તાઓએ મહોર લગાવી દીધી છે.

બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સીટીમાં એક રિસર્ચ થયું જે અનુસાર મીઠાના પાણીથી કોગળા કરવાથી સંક્રમણના લક્ષણો ઓછા કરવાની સાથે-સાથે બીમારીની અવધિ પણ ઘટાડી શકાય છે.

Image Source

આ રિસર્ચ કોરોના વાયરસના શિકાર થયેલા 66 દર્દીઓ પર 12 દિવસો સુધી કરવામાં આવ્યો. આ રિસર્ચ માટે આ દર્દીઓને સારવારની સાથે જ મીઠાના પાણીના કોગળા પણ કરાવવામાં આવ્યા. 12 દિવસ પછી આ દર્દીઓના નાકથી સેમ્પલ લેવામાં આવ્યા, જેમાં સંક્રમણના લક્ષણોમાં કમી જોવા મળી.

જર્નલ ઓફ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત આ શોધમાં સામે આવ્યું કે જે દર્દીઓએ મીઠાના પાણીના કોગળા કર્યા એમાં 2.5 દિવસ સુધી સંક્રમણ ઓછું મળી આવ્યું. રિસર્ચર્સનો દાવો છે કે કોગળા કરવાથી કોરોનાના સંક્રમણ પર અસર થાય છે અને આનાથી ઓછા સમયમાં બીમારીથી સ્વસ્થ થવામાં મદદ મળે છે.

Image Source

આ પહેલા આંતરરાષ્ટ્રીય વાયરસ નિષ્ણાતોએ પણ માઉથવોશને વાપરવાથી કોરોના વાયરસની અસર ઓછી થવાનો દાવો કર્યો હતો. જેમાં એ કહેવામાં આવ્યું હતું કે માઉથવોશ કોશિકાઓને સંક્રમિત કરતા પહેલા જ કોરોના વાયરસ ખતમ કરે છે.

હાલમાં જ ભારત સરકારના આયુષ મંત્રાલય તરફથી પણ કોરોનના સંક્રમણથી બચવા માટે ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવી હતી. આયુષ મંત્રાલયની ગાઇડલાઇન અનુસાર ગરમ પાણીથી સવાર-સાંજ કોગળા કરવાથી ગળું સાફ રહે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.