બગીચાની માટીમાંથી આ વ્યક્તિને મળી એવી વસ્તુ કે બદલાઈ ગયું નસીબ, જાણો શું નીકળું માટી માંથી

0

વ્યક્તિ આજીવન મહેનત કરે છે અને કોશિશ કરે છે કે એ વધુમાં વધુ પૈસા કમાય અને પરિવારને ખુશ રાખી શકે. પરિવારને કોઈ કમી ન આવે એટલા પૈસા કમાઈ શકે. ત્યારે આવા મહેનતુ વ્યક્તિના જીવનમાં ક્યારે શું થાય એ કહી શકાય નહિ. ક્યારેક મહેનતની સાથે જ નસીબનો સાથ પણ મળી જાય તો જીવન બદલાઈ જાય છે. અને આવું જ કઈંક બન્યું એક વ્યક્તિ સાથે કે તેનું નસીબ બદલાયું અને એક એક જ ક્ષણમાં માલામાલ થઇ ગયો.

Image Source

તમને વિશ્વાસ નહિ આવે પણ બ્રિટનમાં એક બગીચામાં કામ કરતા સમયે એક માળીના હાથમાં એક એવી વસ્તુ લાગી કે જેનાથી આ માળીના નસીબનો પટારો ખુલી શકે છે. રોજની જેમ જ તે માલિકના બગીચામાં કામ કરવા માટે ગયો અને કામ કરતા સમયે જયારે તે એક જુના ઓકના ઝાડ પાસે જમા થયેલી માટી સાફ કરવા ગયો ત્યારે ત્યાં તેને એક કિંમતી વસ્તુ મળી.

Image Source

બ્રિટનના 60 વર્ષીય સ્ટીવ ફ્લેચરને તેના માલિકે પોતાના ખેતર અને બગીચાની જવાબદારી તેને સોંપી છે. સ્ટીવ ફ્લેચર રોજ આ બગીચાની દેખરેખ કરે છે. રોજની જેમ એ દિવસે પણ તે એ જ કામ કરી રહ્યો હતો. ત્યારે તેના હાથે એક વસ્તુ લાગી. પહેલી નજરમાં તેને આ વસ્તુ નકામી લાગી, પણ જયારે હકીકત ખબર પડી ત્યારે તેના હોશ ઉડી ગયા. એના હાથે હકીકતે બ્લેક ગોલ્ડ લાગ્યું હતું. જે ખૂબ જ કિંમતી હોય છે. ભારતીય બજારમાં તેની કિંમત 20 લાખ રૂપિયા છે.

Image Source

હકીકતે આ બ્લેક ગોલ્ડ એક ફંગસ હોય છે. જેને ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને વિદેશોમાં લોકો ખૂબ જ ચાવથી ખાય છે. આને બ્લેક ટ્રફ્લ પણ કહેવાય છે. આ ખૂબ જ કિંમતી હોય છે. આનાથી જુદાજુદા પદાર્થ પણ બનાવવામાં આવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.