ચાલુ ગાડી ઉપર ચઢીને આ ભાઈ બની રહ્યો હતો શક્તિમાન, સ્ટન્ટ કરવા જતા થયા એવા હાલ કે આજ પછી આવું કરવાનું નામ પણ નહીં લે, જુઓ વીડિયો

આજે ઘણા યુવાનો સોશિયલ મીડિયામાં ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે પોતાનો જીવ પણ દાવ ઉપર લગાવી દેતા હોય છે, તેમને એવું લાગે છે કે રસ્તા પર વધુ સ્પીડમાં વાહન ચલાવવું કે કોઈ સ્ટંટ કરવું એ વખાણનો વિષય છે. પરંતુ તેઓ એ વાતની ગંભીરતા સમજી શકતા નથી કે સ્ટંટ કરવામાં તેમનો જીવ નહિ પરંતુ રસ્તામાં અન્યનો જીવ પણ જોખમમાં આવે છે. ત્યારે હાલમાં લખનઉમાં સ્ટંટ કરતા એક વ્યક્તિનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ચાલતી કચરાની ગાડી ઉપર આવું કૃત્ય કરવું કેટલું જોખમી હોઈ શકે છે.

લખનઉના એડિશનલ ડેપ્યુટી પોલીસ કમિશ્નર શ્વેતા શ્રીવાસ્તવે તાજેતરમાં એક વીડિયો શેર કર્યો છે અને લોકોને જાગૃત કર્યા છે કે તેઓએ રસ્તા પર આવા કૃત્યો ન કરવા જોઈએ જેનાથી તેમની સમસ્યાઓ વધે. તેમણે કહ્યું કે થોડા દિવસો પહેલા લખનઉના ગોમતી નગરના રોડ પર એક વ્યક્તિએ ચાલતી ગાડી પર શક્તિમાનની જેમ સ્ટંટ કરવાનું વિચાર્યું પરંતુ તે પછી તેને પરિણામ ભોગવવું પડ્યું.

શ્વેતાએ પોતાના ટ્વીટમાં ટોણો મારતા લખ્યું “લખનઉના ગોમતીનગરનો છેલ્લી રાતનો સીન – શક્તિમાન બની રહ્યો હતો, થોડા દિવસ બેસી શકશે નહીં! ચેતવણી: મહેરબાની કરીને આવા જીવલેણ સ્ટંટ ન કરો!” વીડિયોમાં વ્યક્તિ કચરો લેવા આવતી ગાડીની ઉપર ઉભો છે અને વિચિત્ર હરકતો કરી રહ્યો છે.

ગાડી સ્પીડમાં આગળ વધી રહી છે અને તે છતાં તે ક્યારેક તેના પર પુશઅપ કરે છે તો ક્યારેક તે સીધો ઉભો જોવા મળે છે. જ્યારે તેનું મન આનાથી ભરાયું નહીં તો તે શક્તિમાનની જેમ ઊભો રહેવા લાગ્યો. પરંતુ અચાનક તેનો પગ ટ્રકમાંથી લપસી જતાં તે સીધો રોડ પર પડ્યો હતો. વીડિયોના અંતમાં તેનો ફોટો ઉમેરવામાં આવ્યો છે જેમાં તેને પીઠ પર ગંભીર ઈજાઓ પણ થઈ છે. ચાલવાનું તો દૂર, તે બરાબર બેસી પણ શકતો નથી.

વાયરલ વીડિયો શનિવાર રાતનો જણાવવામાં આવી રહ્યો છે. સમતા મૂલક ચાર રસ્તાથી મ્યુનિસિપલ આરઆર વિભાગ તરફ જતા બંધા રોડ પર સ્ટંટ કરવામાં આવ્યો હતો. લગભગ 24 સેકન્ડના વાયરલ વીડિયોમાં યુવક ચાલતા વાહનની છત પર પુશઅપ કરી રહ્યો છે. આ પછી, તે શક્તિમાન ગીતની તર્જ પર થોડી સેકન્ડો માટે ઉભો રહે છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જોયો છે.

Niraj Patel