ધરતીના મોંઘા અને આલીશાન ઘરમાં રહે છે મુકેશ અંબાણી, ઘરમાં 600 નોકર કરે છે કામ- જુઓ તસ્વીરો
ભારતના અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી અને અંબાણી પરિવાર હંમેશા છવાયેલો રહે છે. મુકેશ અંબાણીએ મુંબઈમાં એકદમ શાનદાર ઘર બનાવ્યુ છે. જેનું નામ છે એન્ટિલિયા. આ ઘર વિશે જાણવાની લોકોને ખુબ ઈચ્છા હોય છે, મુંબઈમાં જયારે પણ લોકો ફરવા માટે જાય છે, ત્યારે એન્ટિલિયાની મુલાકત લેવાનું ચુકતા નથી.

ફોર્બ્સ દ્વારા તેની કિંમત 1 અબજ ડોલર આંકવામાં આવી છે. તે માત્ર મુંબઇ અને ભારતનું સૌથી મોંઘુ મકાન જ નથી, પરંતુ આખી દુનિયાના સૌથી મોંઘા ઘર પૈકીનું એક છે. આ વૈભવી ઘરના માલિક મુકેશ અંબાણી છે.

દક્ષિણ મુંબઈ સ્થિત એન્ટિલિયામાં 27 માળ અને 9 હાઈસ્પીડ એલિવેટર્સ છે. અહીં ગેરેજ પણ છે. જેમાં 168 કારનો સમાવેશ થાય છે. આ સાથે જ જેમાં 3 હેલિપેડ, એક ભવ્ય બોલરૂમ, એક થીએટર, એક સ્પા, એક મંદિર અને બગીચા પણ છે.

અંબાણીના આ આલીશાન ઘરની અંદર 600 નોકરો કામ કરે છે. આ ઘરને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે ઝડપી ભૂકંપ પણ આવે તો પણ આ ઘર આરામથી ઉભું રહી શકે છે.

મુકેશ અંબાણીના આ ઘર અને પરિવારની ખબરોની જેમ એક બીજી ખબર પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે કે મુકેશ અંબાણીના ઘરનો જે કચરો નીકળે છે તે ક્યાં જાય છે ?

ઇન્ટરનેટ ઉપર જોવા મળતી જાણકારી અને 2017ના કેટલાક મીડિયા રિપોર્ટ પ્રમાણે ઘરમાંથી જે મોટી સંખ્યામાં કચરો નીકળે છે તે એન્ટિલિયાની બહાર નથી જતો.

વાયરલ ખબરોનું માનીએ તો એન્ટિલિયાની અંદર જ આ કચરમાંથી વીજળી બનાવવામાં આવે છે. આ વીજળીનો ઉપયોગ ઘરની અંદર જ થઇ જાય છે. જો કે એટલી વીજળી નથી બનતી કે આખા એન્ટિલિયામાં ચાલી શકે.

મીડિયા રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયામાં કચરામાંથી વીજળી બનાવવા માટેનો પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી અથવા તો પરિવારના કોઈ સદસ્ય તરફથી એન્ટિલિયામાં કચરામાંથી વીજળી બનાવવાને લઈને કોઈ અધિકારીક નિવેદન આપવામાં નથી આવ્યું. આ ખબર કેટલાક મીડિયા અને ઇન્ટરનેટ ઉપર મળેલી માહિતી પ્રમાણે જાણવા મળી છે.