ખબર

કોવિડ સેન્ટરમાં બેડ ઉપર આરામ કરી રહ્યા હતા દર્દીઓ, અચાનક ડોક્ટર સાથે કરવા લાગ્યા ગરબા, જુઓ વિડીયો

કોરોના સંક્રમણના કારણે આ વર્ષે દર વર્ષની જેમ નવરાત્રી ઉજવવામાં નહિ આવે, વળી ઘણા લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈને હાલમાં હોસ્પિટલમાં સારવાર પણ લઇ રહ્યા છે ત્યારે આ દરમિયાન જ મુંબઈના એક કોવિડ સેન્ટરની અંદર દર્દીઓ સાથે ડોક્ટર ગરબાના તાલે ઝૂમી રહેલા જોવા મળ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Image Source

વાયરલ થઇ રહેલા વિડીયોમાં પીપીઈ કીટ પહેરેલા સ્વાસ્થ્ય કર્મીઓની સાથે કોવિડ-19 મહિલા વોર્ડના ઘણા દર્દીઓ માસ્ક લગાવીને ફિલ્મી ગીત ઉપર ગરબા કરતા નજર આવી રહ્યા છે. તો બીજા એક વીડિયોની અંદર કેટલાક પુરુષ દર્દીઓ “નર્સીંગ સ્ટેશન 15″માં પીપીઈ કીટ પહેરીને સ્વાસ્થ્ય કર્મીઓ સાથે ગરબા રમતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આવેલી પોસ્ટ પ્રમાણે વિડીયો ગોરેગાંવના મુંબઈ મહાનગર પાલિકાના કોવિડ-19 કેન્દ્રનો છે.

તો બીજી તરફ આસામના એક ડોકટરે “વોર” ફિલ્મના “ઘૂંઘરું” ગીત ઉપર ધમાકેદાર ડાન્સ કરતો વિડીયો પોતાના ટ્વીટર ઉપર શેર કર્યો હતો. આ વીડિયોની અંદર ડોક્ટર રૂપ સેનાપતિ પીપીઈ કીટની અંદર ડાન્સ કરતા નજર આવી રહ્યા છે. જેનો વિડીયો ડૉ. સઈદ ફૈજાન અહેમદે પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર શેર કર્યો છે.

આ બંને વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. અને આ નવરાત્રીમાં દર્દીઓ પણ આ વીડિયોમાં મજા માણતાં જોવા મળી રહ્યા છે.