નવરાત્રીના માહોલમાં મુંબઈની લોકલ ટ્રેનમાં મહિલાઓએ કર્યા ગરબા, જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે વીડિયો, યુઝર્સે આપ્યા આવા રિએક્શન… જુઓ વીડિયો

લોકલ ટ્રેનની સાંકળી જગ્યામાં પણ મહિલાઓએ કૂંડાળે વળીને લીધા ગરબા, બીજા પેસેન્જર પણ જોતા જ રહી ગયા, જુઓ વીડિયો

હાલ દેશભરમાં નવરાત્રીનો માહોલ જામેલો છે અને તેમાં પણ ગુજરાતની નવરાત્રી તો ખુબ જ ફેમસ છે. ગુજરાતના ગરબા તો દુનિયાભરમાં ધૂમ મચાવે છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ ગરબાના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે ગુજરાતનો નથી પરંતુ મુંબઈનો છે. મુંબઈની લોકલ ટ્રેનમાં કેટલીક મહિલાઓ જબરદસ્ત ગરબા રમે છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે લોકલ ટ્રેનની બોગીમાં એક ગ્રુપ ગરબા રમી રહ્યું છે. સાથે જ કેટલીક મહિલાઓ પોતાના મોબાઈલ કેમેરામાં ગરબાનો વીડિયો રેકોર્ડ કરી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાઓ ટ્રેનમાં ઓછી જગ્યા હોવા છતાં એક રાઉન્ડમાં ઊભી છે અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકના તાલે ગરબા ડાન્સ કરી રહી છે.

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવેલા વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે અને ઘણા લોકો લાઈક કરવાની સાથે અલગ અલગ પ્રતિભાવ પણ આપતા જોવા મળી રહ્યા છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “મુંબઈ લોકલમાં અદ્ભુત ક્ષણ. ગઈકાલે 10.02ની કલ્યાણ લોકલમાં. મોજની કોઈ મર્યાદા નથી હોતી.” તો આ વીડિયોમાં કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, હૃદય સ્પર્શી વીડિયો. અન્ય એક યુઝરે લખ્યું, “આ મહિલાઓનો આભાર કે જેઓ આ ભીડવાળી ટ્રેનમાં પહોંચી અને ગરબા કરવાનો મોકો મળ્યો.”

આ ઉપરાંત પણ આ વીડિયો પર ઘણા યુઝર્સે કોમેન્ટ પણ કરી રહ્યા છે. તેમાંથી એકે કહ્યું કે જેઓ કહે છે કે મુંબઈમાં નાની ખુશી માટે કોઈ સ્થાન નથી, આ તેમના માટે છે. આ વીડિયો તે બધા માટે કોઈ સરપ્રાઈઝથી ઓછો નથી. આ ઉપરાંત અન્ય યુઝરે આ વીડિયોને હ્રુદસ્પર્શી ગણાવ્યો હતો. આ સાથે તેણે સાત મહિલાઓનો પણ આભાર માન્યો જેમણે ગરબા માટે સ્થાન મેળવવા માટે પગલું ભર્યું છે.

Niraj Patel