વાયરલ

અમેરિકાના શેરી ગરબામાં જામ્યો રંગ,’ગોરી રાધાને કાળો કાન્હ’ પર કપલે એવો ડાન્સ કર્યો કે જોઈને તમે પણ ઝૂમવા લાગશો

અમેરિકાની ગલીઓમાં “ગોરી રાધાને કાળો કાન્હ” ગીત ઉપર આ ગુજરાતીએ બોલાવી ધબધબાટી, જુઓ અદભુત ડાન્સના આ 3 વીડિયો..

નવરાત્રી પૂર્ણ થયે માત્ર હજુ ગણતરીના દિવસો જ થયા છે, આ દરમિયાન ગુજરાત અને ભારતમાં જ નહિ, ભારત બહાર પણ ગરબા રસિકો ગરબાના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. વળી સોશિયલ મીડિયાના માધ્યમથી ઘરની ચાર દીવાલોની વચ્ચે બેસી અને લોકોએ દૂર દૂરના ગરબાનો આનંદ પણ માણ્યો હતો.

આ દરમિયાન સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થયા હતા. ત્યારે હાલ એવો જ એક વીડિયો અમેરિકામાંથી સામે આવ્યો છે, જ્યાંની ગલીઓમાં એક યુગલ “ગોરી રાધાને કાળો કાન્હ” ગીત ઉપર ખુબ જ સરસ રીતે ગરબે હોલોળા લેતું જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોની અંદર એક યુગલ જોવા મળી રહ્યું છે, જે શેરી ગરબાની અંદર ખુબ જ સુંદર ડાન્સ કરી રહ્યું છે. આ કપલ લોકપ્રિય ગીત “ગોરી રાધાને કાળો કાન્હ” ગીત ઉપર ઝૂમી રહ્યું છે, જેને ગરબા રમતા લોકો પણ ખુબ જ આતુરતાથી નિહાળી રહ્યા છે. ત્રણ વીડિયો ખુબ વાયરલ થયા છે જે આપ નીચે જોઈ શકો છો, જુઓ વીડિયો 1:

 

View this post on Instagram

 

A post shared by Jainil Mehta (@jainil_dreamtodance)

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો અમેરિકાના ન્યુયોર્કની ગલીઓનો છે. જ્યાં આ નવરાત્રીના સમયમાં ગરબાનું આયોજન થયેલું જોવા મળી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ રીલમાં પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ નિહાળી લીધો છે અને હજારો લોકોએ લાઈક પણ કર્યો છે. જુઓ વીડિયો 2:


વીડિયોમાં જોવા મળી રહેલા આ યુગલમાં જે યુવક દેખાઈ રહ્યો છે તેનું નામ જેનીલ મહેતા છે. તેની સાથે ગરબાના શાનદાર સ્ટેપ લઇ રહેલી યુવતીનું નામ છે દ્વિષ્યા. આ બંનેની જોડીએ આ  ઉપરાંત પણ ઘણા વીડિયો બનાવ્યા છે. તેમના ડાન્સ મૂવ્સ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થાય છે. જુઓ વીડિયો 3:


જૈનિલ અને દ્વિષ્યા તેમના વીડિયો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરતા રહે છે, અને આ વીડિયોને લાખોનો સંખ્યામાં લોકો નિહાળતા પણ હોય છે. તેમની જોડીનો ડાન્સ લોકોને ખુબ જ પસંદ પણ આવે છે.