ખબર

ગરબા આયોજકો અને ખેલૈયાઓ માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી. વાંચો ગુજરાતના આ વિસ્તારમાં આવશે વરસાદ.

ગઈકાલે અમદાવાદ, ગાંધીનગર અને ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો. જેના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં વરસાદ આવવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે.

Image Source

“હિકા” વાવાઝોડાનો જે ખતરો હતો એ હાલ તો ટળી ગયો છે. પરંતુ મુંબઈમાં હજુ પણ અતિભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલે રાત્રે મહારાષ્ટ્રના પુણેમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

Image Source

દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે.  તો વધુમાં હવામાન વિભાગે સપ્ટેમ્બર માસના અંતિમ દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના પણ દર્શાવાઈ છે.

Image Source

હવામાન ખાતાએ અમદાવાદ સહિત ગાંધીનગર, સાબરકાંઠા, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં સામાન્યથી ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે. ત્યારે ગરબા આયોજકો અને ખેલૈયાઓ નવરાત્રીમાં વરસાદ ના આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.