ખબર

ગરબા રસિયાઓ માટે આવી મોટી ખુશખબરી, જાણો સરકારે આ વખતે શું લીધા નવરાત્રી એને ગણેશોત્સવના નિર્ણય, વાંચીને ગરબા કરવા લાગશો

આવતીકાલથી ગણેશ ચતુર્થીનો ઉત્સવ દેશભરમાં ઉજવાઈ રહ્યો છે, અને થોડા સમય બાદ ગુજરાતીઓનો મનપસંદ તહેવાર નવરાત્રી પણ આવવાનો છે. પરંતુ છેલ્લા બે વર્ષથી નવરાત્રી ઉપર પણ કોરોનાનું ગ્રહણ લાગી ગયું હતું અને ગરબા રસિયાઓ વીલા મોઢે ઘરમાં જ બેસી રહ્યા હતા. પરંતુ હવે બે વર્ષ બાદ ગરબા રમવાનો અવસર મળી રહ્યો છે. સરકારે આ માટે કેટલાક નિર્ણયો લીધા છે.

સૌ પ્રથમ વાત કરીએ ગણેશ વિસર્જનના પ્રસંગની તો ગણેશ વિસર્જનના પ્રસંગે 15 લોકો મૂર્તિ વિસર્જન કરી શકશે. તેની પાછળનું કારણ છે કે અલગ અલગ સ્થળેથી મૂર્તિ વિસર્જન કરવામાં આવતું હોય એક જ સ્થળે હજારો લોકો એકત્ર થશે જેના કારણે એક ગણપતિ વિસર્જનમાં 15 લોકોને જવાની પરવાનગી આપવામાં આવી છે.

હવે વાત મનગમતા તહેવાર નવરાત્રીની તો મીડિયા રિપોર્ટ અનુસાર નવરાત્રીના પ્રસંગની અંદર ગાયક કલાકારોનું વૃંદ, બેન્ડવાજાં અને ડીજેના કલાકારો 400 લોકોની મર્યાદા સાથે જાહેર કાર્યક્રમો યોજી શકશે. આ ઉપરાંત માતાજીના જાગરણ, પૂજા-આરતી-દર્શન અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ નિર્ધારિત મર્યાદા સાથે થઇ શકશે.

મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર, આ મંજૂરીને કારણે આપોઆપ જ ગણેશોત્સવ તથા નવરાત્રિના કાર્યક્રમોને પરવાનગી મળી ગઇ ગણાશે, એટલે કે હવે રહેણાક વિસ્તારોમાં થતા શેરી ગરબા ઉપરાંત કોમર્શિયલ ગરબા આયોજનને પણ પરવાનગી મળી શકશે.