હેલ્થ

રાત્રે સૂતી વખતે આ જ્યુસ પી જાઓ, ચરબી ઉતારવામાં ઘણી મદદ કરશે, ઘણી બીમારીઓમાં મદદ કરશે આ જ્યુસ

ચરબીના થર પીગળી જશે, આ જ્યુસ ચુપચાપ પી જાઓ

આજના ભાગદોડ ભર્યા જીવનમાં લોકો પાસે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવાનો સમય નથી હોતો. દિવસમાં લોકો ત્રણ વાર ભોજન તો ખાઈ લે છે પણ સમયના અભાવે કસરત કરી શકતા નથી. પરિણામે મેદસ્વીતાના શિકાર બની જાય છે. આ મેદસ્વીતા પોતાની સાથે ઘણી બીમારીઓ લઈને આવે છે. મેદસ્વીતાને કારણે હૃદય રોગ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી ઘણી બીમારીઓ થઇ શકે છે.

Image Source

સાથે જ આજકાલના ફેશન ભરેલી જિંદગીમાં દરેક વ્યક્તિ સ્માર્ટ અને ગુડ લુકિંગ દેખાવા ઈચ્છે છે અને એટલે જ આજના સમયમાં મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહે છે. આજની સૌથી મોટી સમસ્યા છે જાડાપણું. આજે અમે આપને જાડાપણાં વિશે વાત કરવાના છીએ. કેમકે આજના સમયમાં મોટાભાગના લોકો જાડાપણાંના લીધે ખૂબ હેરાન થાય છે બધાને પાતળા અને સુંદર દેખાવું છે પણ મોટાપો તેમની સુંદરતા પર ડાઘ જેવો છવાઈ જાય છે.

આજના સમયમાં લોકો પાસે સમયની તંગી હોવાના કારણે બહારના ભોજન પર વધારે નિર્ભર રેહવું પડે છે. તમને જણાવી દઈએ કે બહારના ભોજનમાં તેલ અને મસાલાઓની માત્રા ખૂબ વધારે હોય છે જેના કારણે વ્યક્તિ જલ્દીથી જાડાપણાંનો શિકાર બને છે. બજારનું જમવાનું સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે. બહારનું ભોજન જમવાથી જાડાપણું વધે છે અને સ્વાસ્થ્ય ખરાબ કરે છે. જો તમે જાડાપણાંની સમસ્યાથી પીડાતા હોવ તો ચિંતા ના કરશો.

જો તમે પણ જાડાપણાથી પીડાતા હોવ તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે આપને એક એવા જ્યુસ વિશે જણાવીશું જે રોજ એક ગ્લાસ પીવાથી આપ થોડાક મહિનામાં પાતળા થઈ જશો. આજે જે જ્યુસ વિશે વાત કરી રહ્યા છીએ એ કકડીનું જ્યુસ છે, કાકડીનું જ્યુસ પેટને સાફ કરે છે અને સાથે જ એ તમારા શરીરમાં ચરબીનું પ્રમાણ વધવા દેતું નથી. આ જ્યુસમાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. જે આપને પાતળા થવામાં મદદ કરે છે. તમારે આ જ્યુસનો ઉપયોગ રાત્રે સૂતા પહેલા કરવાનો છે.

આ જ્યૂસ બનાવવા માટે બહુ જ ઓછી વસ્તુઓની જરૂર પડે છે

  • ૨ કાકડી,
  • ૨ નાની ચમચી લીંબુનો રસ,
  • આદુનો નાનો ટુકડો,
  • મીઠું સ્વાદનુસાર.
  • ૧ ચમચી શેકેલું જીરું,
  • ૩થી ૪ ફુદીનાના પાન

જ્યુસ બનાવવાની રીત:

Image Source

સૌપ્રથમ કાકડીને ધોઈ લેવી ત્યારબાદ તેને છોલ્યા વગર નાના ટુકડા કરવા અને જ્યુસરમાં નાખવું. સાથે જ આદુ અને ફુદીનાના પાન પણ નાખવા અને જ્યુસ કાઢવું. આ જ્યૂસમાં લીંબુનો રસ, જીરા પાવડર અને મીઠું બરાબર મિક્ષ કરવું. ખાંડનો ઉપયોગના કરવો હોય તો થોડું મધ પણ ઉમેરી શકો. આપનુ જ્યુસ પ્રયોગ કરવા માટે એકદમ તૈયાર છે. તમે આ જ્યુસનું સેવન સુતા પેહલા કરી શકો છો. થોડાક જ મહિનામાં તમારું નીકળું વધારાનું પેટ ઓછું થઈ જશે અને તમે સુંદર દેખાવા લાગશો. આશા છે કે આપને આ લેખથી મદદ મળી રહેશે અને પસંદ પણ કરશો.

નોંધ: વજન ઉતારવાની ડાયટ સમયે ‘Cheat Meal’ થી દૂર રહેવું, તો જ વજન ઉતરશે.