દુનિયાભરમાં કોરોના વાયરસનો ખતરો ફેલાયેલો છે. અને કોરોના કાળમાં વિવિધ વાર તહેવારો પણ હવે ઉજવાઈ નથી રહ્યા. થોડા જ સમયમાં ગણેશ ચતુર્થી આવી રહી છે. દર વર્ષે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે દેશભરમાં ઉત્સવો ઉજવાતા. પરંતુ આ વર્ષે કદાચ આવા ઉત્સવો જોવા નહિ મળે.

ભાદરવા સુદ 4ને 22 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે. આ વખતે કોરોના મહામારીના કારણે સાર્વજનિક સ્થાનો ઉપર ગણેશોત્સવ નહિ ઉજવવામાં આવે. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નતી. તમે પોતાના ઘરમાં જ ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી શકો છો. આજે અમે તમને સાચા વિધિ વિધાન સાથે ઘરે જ ગણણપતિની સ્થાપના અને પૂજા કરવાની રીત જણાવીશું.

ગણેશોત્સવ માટે પહેલા માટીની બનેલી ભગવાન ગણેશજીની મૂર્તિ ખરીદી લેવી અને સાથે પૂજા સામગ્રીની પણ વ્યવસ્થા કરી લો. ગણપતિ બાપ્પાને ઘરના પૂજા સ્થાન ઉપર બિરાજમાન કરવા. ભાદરવા સુદ ચોથનો પ્રારંભ 21 ઓગસ્ટ રાત્રે 11:02 મિનિટથી થાય છે જે 22 ઓગસ્ટ સાંજે 07:57 સુધી રહેશે. ગણપતિની પૂજાનો સમય બપોરે 02 કલાકે અને 36 મિનિટનો છે. તમે દિવસે 11:06 વાગ્યાથી લઈને 01:42 વાગ્યા સુધી પૂજા કરી શકો છો. આ સમયે તમે ગણપતિની સ્થાપના કરી શકો છો. આ દિવસે અભિજીત મુહૂર્ત પણ 11:58થી લઈને બપોરે 12:50 સુધીનું છે. આ સમયે પણ ગણપતિની સ્થાપના કરવી યોગ્ય રહેશે.

ગણેશજીની પૂજા વિધિ
સૌથી પહેલા તમારે આ મંત્ર अस्य प्राण प्रतिषठन्तु अस्य प्राणा: क्षरंतु च। श्री गणपते त्वम सुप्रतिष्ठ वरदे भवेताम।। નો જાપ કરીને આવાહન સ્થાપના કરવી. ત્યારબાદ ગણપતિજીને પાણી અને પંચામૃતથી સ્નાન કરાવવું અને વસ્ત્રો પહેરાવવા. ત્યારબાદ તેમને ચંદન, રોલી, અત્તર, આભૂષણ, દુર્વા,ફૂલો જેવી વસ્તુઓ અર્પિત કરવી. માથામાં સિંદૂર લગાવો. ત્યારબાદ તેમને જનેઉ, મોદક ફળ આદિ વસ્તુઓ ચઢાવવી. ત્યારબાદ ધૂપ, દિપકથી આરતી કરવી. ગપતિજીની આરતી ૐ જય ગણપતિ દેવા વાંચવી.

ક્ષમા પાર્થના મંત્ર:
વિઘ્નહર્તાની પૂજા અને આરતી બાદ પરિક્રમા કરવી અને ક્ષમા માંગો કે પૂજામાં કોઈ ખોટ ના રહી ગઈ હોય અને જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા કરો. અને નીચેના મંત્રનો જાપ કરો.
गणेशपूजने कर्म यत् न्यूनमधिकम कृतम। तेन सर्वेण सर्वात्मा प्रसन्न अस्तु गणपति सदा मम।।

આ પ્રકારે ઘરે ગણપતિ દાદાની વિધિ વિધાન સાથે સ્થાપના કરવી અને 10 દિવસ સુધી તેમની આરાધના કરવી. ત્યારબાદ વિસર્જનના દિવસે વિધિ પૂર્વક હર્ષોલ્લાસ સાથે ગણપતિ દાદાનું વિસર્જન કરવું.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.