ગણેશ ચર્તુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ગણેશ ચોથના દિવસે ગણેશજીની કૃપા મેળવવા માટે સરળ અને સટીક ઉપાય કરો.
કહેવામાં આવે છે કે ભગવાન ગણેશ ક્યારે પણ કોઈને પણ નિરાશ નથી કરતા. જેના પર શ્રી ગણેશજીની કૃપા હોય તે માણસ સંસારની બધી પરેશાની ને બાધાથી મુક્ત થઇ જાય છે. પાર્વતી પુત્ર ગણેશને પ્રસન્ન કરવા માટે અને તેની કૃપા મેળવવા માટે બેહદ સરળ અને સ્ટિક ઉપાય છે. તમે પણ આ ગણેશ ચોથના દિવસે ગણેશની કૃપા મેળવવા આ ઉપાય અચૂક કરો.

ગણપતિ બનાવશે ધનવાન
માન્યતા છે કે, જ્યાં ગણપતિ હોય છે ત્યાં શુભતા અને સંપન્નતા આવે છે. જીવનમાં ક્યારે પણ કી પ્રકારનું સંકટ હોય તો શ્રી ગણેશ આ સંકટને દૂર કરી દે છે. જ્યોતિષશાસ્ત્રના જણાવાયા અનુસાર, જો તમારે ધનથી જોડાયેલી કોઈ સમસ્યા હોય તો તે પણ દૂર થઇ જાય છે.ગણેશજી પાસેથી ધનપ્રાપ્તિનું વરદાન મેળવવા માટે બુધવારે ઉત્તમ પ્રયોગો ડેરા ધનવૈભવનું મહાવરદાન મેળવી શકો છો.

નોકરીમાં ધનના વધારા માટેનો ઉપાય
- ભગવાન ગણેશજીની સાથે માતા લક્ષ્મીજીની પણ સ્થાપના કરો.
- ગણેશજી અને લક્ષ્મીજીને ગુલાબના ફૂલ અર્પણ કરો.
- ત્યરબાદ ૐ ગં ગણપતયે નમઃ નું 108 વાર જાપ કરો.
- આ ઉપાય શુક્રવારના દિવસો કરો. અને ત્યાં બધી કરો જ્યાં સુધી તમારું કાર્ય સિદ્ધના થઇ જાય.

ખોટા ખર્ચ રોકશે ગણપતિ
- તમારા ઘર અને વ્યાપારની પૂર્વ દિશા તરફ ગણેશજી ની પીળા કલરની મૂર્તિ સ્થાપિત કરો.
- ત્યરબાદ તેને કંકુ-ચોખા ચોખાથી પૂજન કરી દીવાબત્તી કરો. ત્યારબાદ દુર્વા અર્પણ કરો.
- દરરોજ સવારે પીળા મોદક ચઢાવો.
- ૐ હેરમ્બાય નમઃનો મંત્ર કરી લાલ ચંદનની માળાથી 108 વાર જપ કરો.
- આ ઉપાય લગાતાર 27 દિવસ કરવાથી તમારા ખોટા ખર્ચમાં બંધ થઇ જશે.

બીમારીમાં ખર્ચ થતો હોય તો
- લાલ કલરના ગણેશની મૂર્તિની સ્થાપના કરો.
- દરરોજ સવારે 11 લાલ ફૂલ અર્પણ કરો.
- ત્યારબાદ વક્રતુણ્ડાય નમઃ ના મંત્રનો 108 વાર જાપ કરો.
- આ ઉપાય લગાતાર 27 દિવસ સુધી કરો. આવું કરવાથી બીમારી પાછળ ખર્ચતા પૈસા પાછળ કાપ આવશે.